ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના કેસમાં અગાઉના આદેશ સામેની દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની રીવ્યૂ પિટિશનને ફગાવી દીધી હતી. તેનાથી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થશે.
આ સમગ્ર મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી ખોટી હોવાની આશંકા વ્યક્ત કરવા સંબંધિત છે.

અગાઉ સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનને મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગેની માહિતી કેજરીવાલને પૂરી પાડવા માટે ગુજરાત યુનિવર્સિટીની આદેશ આપ્યો હતો. આ આદેશને હાઇકોર્ટે રદ કર્યો હતો અને કેજરીવાલને રૂ.25,000ની પેનલ્ટી ફટકારી હતી. કેજરીવાલે હાઇકોર્ટના આ ચુકાદાની સમીક્ષા કરવાની માગણી કરી હતી. સમીક્ષા અરજીમાં, કેજરીવાલે 25,000 રૂપિયાના ખર્ચને પણ પડકાર્યો હતો. હાઇકોર્ટનાચુકાદાને પગલે કેજરીવાલ અને રાજ્યસભા AAP સાંસદ સંજય સિંહ સામે ફોજદારી માનહાનિના દાવાઓમાં આગળ વધવાનો માર્ગ પણ મોકળો થયો છે.

LEAVE A REPLY