અમેરિકાના ઇન્ડિયાનામાં 29 ઓક્ટોબરે ફિટનેસ સેન્ટરમાં છરાથી હુમલાનો શિકાર બનનાર ભારતના 24 વર્ષના વિદ્યાર્થીનું બુધવારે હોસ્પિટલમાં અવસાન થયું હતું. વરુણ રાજ પુચા વાલપેરાઈસો યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી હતો. 24 વર્ષીય જોર્ડન એન્ડ્રેડે માથામાં છરીના ઘા માર્યા હતા. તેલંગાણાના ખમ્મમ જિલ્લાનો વરુણ કમ્પ્યુટર સાયન્સમાં એમએસ કરી રહ્યો હતો. તેણે ઓગસ્ટ 2022માં યુએસમાં અભ્યાસ શરૂ કર્યો હતો
વાલ્પરાઈસો યુનિવર્સિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “વરુણ રાજ પુચાના નિધનને અમે ભારે હૃદયથી શેર કરીએ છીએ. અમારા કેમ્પસ સમુદાયે પોતાનો એક વિદ્યાર્થી ગુમાવ્યો છે અને અમારા સંવેદના અને પ્રાર્થના વરુણના પરિવાર અને મિત્રોને પાઠવીએ છીએ.અમે આ નુકસાન પર શોક વ્યક્ત કરીએ છીએ.”
આરોપી પર હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ કરાયો છે. આ કેસમાં નવા દાખલ કરાયેલા આરોપો અનુસાર એન્ડ્રેડે પોલીસને કથિત રીતે જણાવ્યું હતું કે વરુણ તેની “હત્યા કરવા જઈ રહ્યો હતો”. આરોપીએ જણાવ્યું હતું કે વરુણ અને તેને હુમલા પહેલા ક્યારેય વાત કરી ન હતી.