REUTERS/Kate Munsch/File Photo/File Photo

ન્યૂયોર્ક સ્થિત વિખ્યાત કો-વર્કિંગ સ્પેસ કંપની વીવર્કે ન્યૂજર્સીમાં ચેપ્ટર હેઠળ નાદારીની અરજી કરતાં ફાઇનાન્શિયલ જગતમાં ચકચાર મચી હતી. આ કંપનીને પ્રારંભિક ગગનચુંબી સફળતા મળી હતી અને તેનું વેલ્યુએશન $47 બિલિયન થયું હતું. પરંતુ તપાસમાં પરપોટો ફૂટી ગયો હતો. કોવિડ-19 રોગચાળા દરમિયાન તેના કો-વર્કિંગ મોડલને લગતી સમસ્યા તથા પ્રારંભિક પબ્લિક ઓફર (IPO) ઓફરના મિસમેનેજન્ટ સાથે તેની પડતીનો પ્રારંભ થયો હતો.

માત્ર પાંચ વર્ષમાં વીવર્કે 50 બિલિયન ડોલરનું વેલ્યૂએશન હાંસલ કર્યું હતું. કંપનીનો શેર તેના આઇપીઓ ભાવથી 99.9 ટકા ગબડ્યો છે.

સ્થાપક આદમ ન્યૂમેનને કરોડો ડોલરનો ફાયદો થયો છે. વીવર્કને એક સ્ટાર્ટ અપ તરીકે ઘણી સફળ માનવામાં આવતી હતી અને તેની ગણના હાઈ-ફાઈ કંપની તરીકે થતી હતી. કંપનીએ ચેપ્ટર 11 હેઠળ બેન્કરપ્સીની જાહેરાત કરી છે. તેના હેઠળ તે હાલમાં કામકાજ ચાલુ રાખી શકશે, પરંતુ તેનું દેવું ઉતારવા માટે પ્લાન ઘડવો પડશે. કંપની 39 દેશોમાં 777 લોકેશન પર હાજરી ધરાવે છે અને ત્યાં તેની રિયલ એસ્ટેટ પણ છે. કંપનીના સ્થાપક આદમ ન્યૂમેને સીઈઓ પદેથી રાજીનામુ આપી દીધું હતું.

LEAVE A REPLY