ઇન્ટરનેશનલ ક્રિકેટની સૌથી આકર્ષક ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયમ લીગ (આઇપીએલ)નો હિસ્સાો ખરીદવા માટે સાઉદી અરેબિયાએ રસ દર્શાવ્યા છે. સાઉદી અરેબિયા તેમાં પાંચ અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરવા માગે છે.
મીડિયા અહેવાલ પ્રમાણે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ભારતને જાણ કરી છે કે તેઓ IPLમાં સ્ટેક ખરીદવા માંગે છે. IPLની હાલની વેલ્યૂ 30 અબજ ડોલર આંકવામાં આવે છે. મોહમ્મદ બિન સલમાન તાજેતરમાં સપ્ટેમ્બર મહિનામાં ભારત આવ્યા હતા ત્યારે તેમણે આ મામલે વાતચીત પણ કરી હતી.
જે રીતે ઈંગ્લિશ પ્રીમિયમ લિગ અથવા યુરોપિયન ચેમ્પિયન્સ લિગ રમાય છે તેવી રીતે IPLને પણ દુનિયાના બીજા દેશોમાં લઈ જવા માટે સાઉદી અરેબિયા રોકાણ કરવા માગે છે. આ વિશે હજુ ભારત સરકાર કે BCCI દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી. આગામી લોકસભાની ચૂંટણી પછી સરકાર સાઉદી અરેબિયાને પોતાનો જવાબ આપે તેવી શક્યતા છે.
હાલમાં BCCIના સેક્રેટરી પદે ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ છે.સાઉદી અરેબિયા પાસે એક જંગી સોવેરિન વેલ્થ ફંડ છે. તેના દ્વારા તેઓ અનેક દેશમાં જુદી જુદી કંપનીઓ અને બિઝનેસમાં મૂડી રોકીને ફાયદો કમાય છે. સાઉદી સરકાર અને BCCI વચ્ચે કોઈ સહમતી થશે તે IPLમાં રોકાણ કરવા માટે કોઈ ઈન્વેસ્ટમેન્ટ વ્હીકલ રચવામાં આવી શકે છે. આ વિશે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. IPLની શરૂઆત 2008માં થઈ હતી અને ત્યારથી તેની લોકપ્રિયતા અને સાઈઝમાં જંગી વધારો થયો છે.