બનાસકાંઠાના દાંતા તાલુકામાં સતલાણસા રિક્ષા અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં ચારના મોત થયા હતા અને આઠ વ્યક્તિને ઇજા થઈ હતી. પોલીસે આ ઘટનાની તપાસ ચાલુ કરી હતી.
મીડિયા રીપોર્ટ મુજબ કાંટીવાસ ગામના ધનજીભાઈ ગમાર પોતાની રિક્ષામાં પરિવાર અને અન્ય પેસેન્જરોને બેસાડીને ખરીદી કરવા સતલાસણાના બજારમાં ગયા હતા. સતલાસણાથી દિવાળીને તહેવાર માટે કરિયાણુ, કપડાં સહિતનો સામાન ખરીદ કરી રિક્ષામાં પરત આવી રહ્યાં ત્યારે સરતામાં ગોઠડા ગામના વર્ષગંગા નદીના પુલ પર સામેથી આવતા એક બેફમ ટેન્કર ચાલકે રિક્ષાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં સવાર 8 પેસેન્જરો ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ટેન્કરની ટકકરથી રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
ટેન્કર ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકી ભાગી છૂટયો હતો. રીક્ષા ચાલક ધનજીભાઈ ગમાર ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એમ્બ્યુલન્સની મદદથી અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા જ્યાં તબીબે સીતાબેન બળવંતજી ઠાકોર ઉ.વ.40 અને મનુભાઈ દિલીપભાઈ ગમારને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતમાં ઘવાયેલ 5 ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડનગર અને બાદમાં અમદાવાદ સિવિલ રીફર કરાયા હતા. રાઈસાભાઈ અનાભાઈ ગમાર ઉ.વ.50નું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.