(ANI Photo)

કોલકતાના ઇડન ગાર્ડન મેદાનમાં સાઉથ આફ્રિકા સામેની વનડે મેચમાં 101 રન ફટકારીને વિરાટ કોહલીએ વન-ડે ઇન્ટરનેશનલમાં 49 સદીના સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી હતી. કોહલીએ પોતાના આ સદી કરિયરની 277મી વન-ડે ઈનિંગમાં ફટકારી હતી, જ્યારે સચિને 451 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.

ભારતીય ટીમના આ દિગ્ગજ બેસ્ટમેન તેના 35મા બર્થડે પર દુનિયાના ક્રિકેટ ફેન્સના લાંબા સમયના ઈંતજારને પુરો કર્યો હતો. વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલીની આ બીજી સદી થઈ છે. આ આ પહેલા વિરાટ કોહલીએ તેનો 48મી વનડે સદી બાંગ્લાદેશ સામે લગાવી હતી. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેડુંલકરે વનડે ઈન્ટરનેશનલમાં તેનો 49મી અને છેલ્લી સદી બાંગ્લાદેશ સામે મીરપુરમાં લગાવી હતી. સચિન તેડુંલકરે આ ઈનિંગમાં 147 બોલમાં 114 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં શ્રીલંકા સામે સૌથી વધારે 10 સદી ફટકારી હતી.આ સિદ્ધિ બદલ સચિને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે વિરાટ ઘણુ સારું રમ્યો હતો. મને આશા છે કે, તમે 49થી 50 પર જાઓ અને જલ્દીથી મારો રેકોર્ડ તોડો.

LEAVE A REPLY