પ્રતિબંધિત શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના સ્થાપક અને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને એક નવો વીડિયો જારી કરીને શીખોને 19 નવેમ્બર પછી એર ઈન્ડિયાના વિમાનમાં મુસાફરી ન કરવાની સલાહ આપી હતી, કારણ કે તેનાથી તેમના જીવ જોખમમાં મૂકાઈ શકે છે.
તેને દાવો કર્યો હતો કે એર ઈન્ડિયાને 19 નવેમ્બરે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સોશિયલ મીડિયામાં ફરતા વીડિયોમાં પન્નુનને જણાવ્યું હતું કે “અમે શીખ લોકોને કહીએ છીએ કે તેઓ એર ઈન્ડિયા દ્વારા ઉડાન ન ભરે. 19 નવેમ્બરથી વૈશ્વિક નાકાબંધી કરવામાં આવશે. એર ઈન્ડિયાને ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. શીખ લોકો 19 નવેમ્બર પછી એર ઈન્ડિયા દ્વારા મુસાફરી કરશો નહીં. તમારા જીવન જોખમમાં હોઈ શકે છે.”
પન્નુને દાવો કર્યો હતો કે દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ 19 નવેમ્બરે બંધ રહેશે અને તેનું નામ બદલવામાં આવશે. તેને ઉલ્લેખ કર્યો હતો કે આ તે જ દિવસે છે કે જે દિવસે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાશે. નવેમ્બરમાં તે જ દિવસે વર્લ્ડ ટેરર કપની ફાઇનલ મેચ રમાશે. પંજાબ આઝાદ થશે ત્યારે આ એરપોર્ટનું નામ શાહિદ બિઅંત સિંહ, શહીદ સતવંત સિંહ ખાલિસ્તાન એરપોર્ટ હશે.
આ પહેલીવાર નથી જ્યારે SFJ ચીફ પન્નુને ધમકી આપી હોય. સપ્ટેમ્બરમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ વચ્ચે તેને હિંદુ-કેનેડિયનોને કેનેડા છોડવા કહ્યું હતું.