યુકેમાં કોવિડની અસરો, જીવનશૈલીમાં ફેરફાર અને મોંઘવારીની વચ્ચે યુકેમાં માંસાહારનું પ્રમાણ ઘટી રહ્યું છે. દેશમાં 1970ના દસકામાં જે માંસાહાર લેવાતો હતો તે ગત વર્ષે ઓછો હતો. સરકારના આંકડામાં જણાવ્યા પ્રમાણે, અત્યારે પરંપરાગત બ્રિટિશ નાગરિક અઠવાડિયાના 854 ગ્રામ માંસાહાર કરે છે, જે તેઓ 1974માં કરતા હતા તેનાથી ઓછો છે. આ માહિતી માર્ચ 2022માં જાહેર કરવામાં આવી હતી. કોવિડ-19 મહામારી અગાઉ 2019-20માં માંસાહારની ખપત 949 ગ્રામ હતી અને તેના આગળના વર્ષે 976 ગ્રામ હતી. તેમાં 2012થી 14નો ટકા ઘટાડો નોંધાયો હતો. અગાઉના 10 વર્ષોમાં પશુ, ડુક્કર અને ઘેટાં વગેરેના માસાંહારમાં 26 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ચિકન અને અન્યના માંસની ખપતમાં 11 ટકાનો ઘટાડો થયો હતો. જે વ્યક્તિ મહામારી અગાઉ દર વર્ષે સરેરાશ 148 ગ્રામ માછલીનું સેવન કરતી હતી હવે તેની ખપત 135 ગ્રામ છે.
આ ઉપરાંત આંકડામાં જણાવ્યા મુજબ, 2021-22માં બહુ ઓછા લોકોએ ટેઇકઅવે માંસહારનો ઉપયોગ કર્યો હતો, જે 1980ના દસકા કરતા વ્યક્તિ દીઠ બર્ગર, કબાબ અને મીટ પાઈની ખપત ઓછી હતી.
2021-22માં સરેરાશ એક વ્યક્તિએ દર અઠવાડિયે ટેઇકઅવેમાંથી 27 ગ્રામ માંસ ખરીદ્યું હતું, જે 2012માં જેટલું હતું તેના અડધા કરતાં પણ ઓછું હતું. જોકે, કોવિડ-19 મહામારીની અસરો કદાચ હજુ પણ આ આંકડાઓ પર નોંધપાત્ર રીતે જોવા મળે છે.
છેલ્લા એકાદ વર્ષથી ખાદ્યપદાર્થોની ખરીદી સામાન્ય રીતે મહામારી અગાઉના સ્તરે જોવા મળી રહી છે, આથી લોકો બહાર જમવાના વિરોધમાં ઘરમાં ભોજન માટે વધુ ખાદ્ય પદાર્થો ખરીદે છે. આ ઉપરાંત, ઘણા લોકો ઓછા ખર્ચાળ માંસાહાર તરફ વળી રહ્યા છે, હજુ પણ આવા માંસહારની ખપત 1999 પછી તેના સૌથી નીચા સ્તરે હતી.
આંકડાકીય માહિતી મુજબ, સૌથી ધનિક 10 લોકો 10 વર્ષ અગાઉ કરતાં 10 ટકા ઓછું માંસાહાર લેતા હતા, જ્યારે સૌથી ગરીબ 10 ટકા લોકો 19 ટકા ઓછું માંસાહાર લેતા હતા. 2008-09 અને 2018-19 વચ્ચે રેડ-મીટ અને પ્રોસેસ્ડ મીટની ખપતને 70 ગ્રામ સુધી મર્યાદિત કરવા માટે સાયન્ટિફિક એડવાઇઝરી કમિટી ઓન ન્યુટ્રિશન (SACN)ની ભલામણને સ્વીકારનારા વયસ્ક ગ્રાહકોનું પ્રમાણ 47 ટકાથી વધીને 66 ટકા થયું છે. તાજેતરના એક સર્વે મુજબ, 57 ટકા પુરુષોની તુલનામાં 74 ટકા મહિલાઓએ આ ભલામણને સ્વીકારી હતી.
આ સર્વે મુજબ 1960 અને 1970ના દસકામાં જન્મેલા ઉત્તરદાતાઓએ ઓછામાં ઓછા પ્રમાણમાં માંસાહાર કર્યો હતો, જોકે વૃદ્ધાવસ્થામાં પણ ઓછા પ્રમાણમાં લોકો માંસાહાર કરતા હતા. આ સર્વેમાં નેશનલ ડાયેટ એન્ડ ન્યુટ્રિશન સર્વે (NDNS)ના જુના આંકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે એકમાત્ર એવો સર્વે છે જે યુકેમાં ખાદ્ય વપરાશના રાષ્ટ્રીય કક્ષા દર્શાવે છે.