અલ નીનોની સ્થિતિ વધુ તીવ્ર બની રહી હોવાથી ઉત્તરપૂર્વ અને પશ્ચિમ મધ્ય ભારતના કેટલાંક વિસ્તારોને બાદ કરતાં દેશના મોટાભાગના વિસ્તારમાં નવેમ્બરમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની હવામાન વિભાગે મંગળવારે આગાહી કરી હતી.
દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે નવેમ્બરમાં સમગ્ર દેશમાં વરસાદ સામાન્ય રહેવાની સંભાવના છે. વરસાદ લાંબા ગાળાની સરેરાશના 77-123 ટકા થઈ શકે છે. દક્ષિણ ભારતના કેટલાંક વિસ્તારો, ઉત્તરપશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારો તથા પૂર્વ-મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વમાં સામાન્ય કરતાં વધુ વરસાદની ધારણા છે.