ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે કેવડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની જન્મજયંતિએ ભારતના લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપી હતી અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં ભાગ લીધો હતો.
મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના એકતા નગર ખાતેના વિકાસ પ્રોજેક્ટ્સ અને પ્રવાસન આકર્ષણોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં 30 ઈ-બસ, સાર્વજનિક બાઇક-શેરિંગ પ્રોગ્રામ, ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સુવિધાયુક્ત સિટી ગેસનું વિતરણ તેમજ એકતા નગરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે પરિવહનને સુવ્યવસ્થિત કરવા માટે ગોલ્ફ કાર્ટનો સમાવેશ થાય છે.
મોદી એક્તાનગરમાં પ્રવાસીઓ માટે વિઝિટર્સ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ સેન્ટરમાં દુકાનો, ફૂડ કોર્ટ, રેસ્ટોરાં અને વિવિધ આરામ અને મનોરંજન સુવિધાઓનો સમાવેશ થશે. એકતા નગર ખાતે, તેઓ નર્મદા નદીના ડાબા કિનારે ‘કમલમ પાર્ક’ (ડ્રેગન ફ્રૂટની નર્સરી)નું પણ ઉદ્ઘાટન કરશે, જેને ‘કમલમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.