UKની બીજા ક્રમની સૌથી મોટી કાર પાર્ટ્સ રિટેલર GSF કાર પાર્ટસે સુખપાલ આહલુવાલિયાને તેના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. આની સાથે આ ઉદ્યોગની દિગ્ગજની કાર આફ્ટરપાર્ટ્સ માર્કેટમાં વાપસી થઈ છે.
કંપનીએ શુક્રવારે (27) એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુરો કાર પાર્ટ્સમાં તેમના ભૂતપૂર્વ સાથીદાર સ્ટીવ હોર્ન GSFના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બનશે. કંપનીએ બિઝનેસમાં ઝડપી વૃદ્ધિ માટે આ હિલચાલ કરી છે.
અહલુવાલિયા કાર પાર્ટ્સના બિઝનેસમાં દાયકાઓનો અનુભવ છે. તેમણે 1978માં યુરો કાર પાર્ટ્સની સ્થાપના કરી હતી અને તેને લંડનમાં સીંગલ કાર એક્સેસરીઝ સ્ટોરમાંથી યુકેની સૌથી મોટી ડિસ્ટ્રીબ્યુટર અને રિટેલર તરીકે સ્થાપિત કરી હતી. તેમણે 2011માં કંપનીને LKQ કોર્પોરેશનને વેચી હતી. તેમની ફેમિલી ઓફિસે GSFમાં પણ રોકાણ કર્યું છે જે સમગ્ર યુકે અને આયર્લેન્ડમાં 180 બ્રાન્ચનું સંચાલન કરે છે.
આહલુવાલિયાએ કહ્યું હતું કે આ GSF કાર પાર્ટ્સ માટે ખૂબ જ રોમાંચક સમય છે અને હું અમારી ટીમના સભ્યો, ગ્રાહકો અને વૈશ્વિક સપ્લાયર્સ સાથે કામ કરવા આતુર છું. અમે આ નવી સફર સાથે મળીને શરૂ કરીએ છીએ. સંબંધો હંમેશા GSFની સફળતાના કેન્દ્રમાં રહ્યા છે અને તે કંઈક છે જેને અમે બમણું કરવા જઈ રહ્યા છીએ.
GSF નવી શાખાઓ ખોલવાની અને તેની ઈ-કોમર્સ ઓફરને મજબૂત કરવાની યોજના ધરાવે છે. તે ઈલેક્ટ્રિક વાહનો માટે તેની પ્રોડક્ટ્સ શ્રેણીને વિસ્તારવા અને તેના ડિલિવરી કાફલાને પુનર્જીવિત કરવા પણ માંગે છે.
હોર્ને જણાવ્યું હતું કે કંપની “અમારા ગ્રાહકો, સપ્લાયર્સ અને ટીમના સભ્યોને તેના હૃદયમાં રાખીને વ્યવસાયને ઝડપી વૃદ્ધિ, વેચાણ-કેન્દ્રિત કંપનીમાં ફેરવશે.”