Government and Judiciary face each other on the issue of collegium system
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કતારની એક સ્થાનિક અદાલતે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને ગુરુવારે મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ભારતે ચુકાદાને આઘાતજનક ગણાવીને કાનૂની લડત આપવાની જાહેરાત કરી હતી. આ મામલો ડિફેન્સ ફોર્સ સંબંધિત જોડાયેલો હોવાથી ગોપનીય રાખવામાં આવ્યો છે તથા કતાર કે ભારતના સત્તાવાળાએ આ કેસની વિગતો કે તેમની સામેના આરોપીને માહિતી જાહેર કરી નથી, પરંતુ કેટલાંક રીપોર્ટ મુજબ ભારતીય અધિકારીઓ સામે ઇઝરાયલ માટે જાસૂસી કરવાનો આરોપ છે.

જાસૂસીના કથિત કેસમાં ગયા વર્ષના ઓગસ્ટમાં કતારની જાસૂસી એજન્સીએ તેમને કસ્ટડીમાં લીધા હતાં. કતાર સત્તાવાળાએ ભારતીય નાગરિકો સામેના આરોપને જાહેર કર્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અધિકારીઓ કતારના સશસ્ત્ર દળોને તાલીમ અને સંબંધિત સેવાઓ પૂરી પાડતી ખાનગી કંપની દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ માટે કામ કરતા હતાં. કેટલાંક અધિકારીઓ અત્યંત સંવેદનશીલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં હતાં

આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત આ કેસને સર્વોચ્ચ પ્રધાન્ય આપી રહ્યું છે અને તમામ કાયદાકીય વિકલ્પોની વિચારણા કરી રહ્યું છે. અમારી પાસે પ્રારંભિક માહિતી છે કે કતારની ફર્સ્ટ ઇન્સ્ટન્સ કોર્ટે આજે અલ દહરા કંપનીના આઠ ભારતીય કર્મચારીઓને સંડોવતા કેસમાં ચુકાદો આપ્યો છે. મૃત્યુદંડના ચુકાદાથી અમને ઊંડો આઘાત લાગ્યો છે અને વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ. અમે અસરગ્રસ્ત પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ અને અમે તમામ કાયદાકીય વિકલ્પોની ચકાસણી કરી રહ્યાં છીએ.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે  તે ભારતીયોને તમામ રાજદ્વારી અને કાનૂની સહાયતા આપવાનું ચાલુ રાખશે. અમે આ કેસને ખૂબ જ મહત્ત્વ આપીએ છીએ અને તેના પર ચાંપતી નજર રાખી રહ્યાં છીએ. અમે રાજદ્વારી અને કાનૂની સહાય ચાલુ રાખીશું. અમે કતારના સત્તાવાળા સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવીશું. આ કેસની કાર્યવાહીની ગોપનીય કારણે આ સમયે વધુ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.

ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓ કેપ્ટન નવતેજ સિંઘ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વસિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશને કતાર ઇન્ટેલિજન્સ સર્વિસે 30 ઓગસ્ટ 2022ના રોજ દોહામાંથી કસ્ટડીમાં લીધા હતાં. અટકાયત કરાયેલા લોકોમાં કમાન્ડર (નિવૃત્ત) પૂર્ણેન્દુ તિવારીમો  2019માં પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ભારતના રાજદૂતને રાજદ્વારી સંપર્ક કરવાની છૂટ આપવામાં આવ્યા બાદ તેઓ પહેલી ઓક્ટોબરે જેલમાં બંધ આ અધિકારીઓને મળ્યાં હતા.

કતારમાં અટકાયતમાં લેવામાં આવેલા એક અધિકારીની બહેન મીતુ ભાર્ગવે તેમના ભાઇને પરત લાવવા માટે ભારત સરકારની મદદ માગી છે. તેમણે આ મુદ્દે દરમિયાનગીરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી.

LEAVE A REPLY