અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડાએ ટોકિયોમાં ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (આઇપીઇએફ) લોન્ચ કરવાની કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. REUTERS/Jonathan Ernst

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને આશંકા વ્યક્ત કરી હતી કે ઈઝરાયેલ પર હમાસના સાત ઑક્ટોબરના હુમલા પાછળનું એક કારણ ઇન્ડિયા-મિડલ ઇકોનોમિક કોરિડોરની તાજેતરની જાહેરાત હોઇ શકે છે. આ કોરિડોર સમગ્ર રિજનને રેલવેરોડ અને પોર્ટ નેટવર્કથી જોડે છે.  

બાઇડને જણાવ્યું હતું કે મને ખાતરી છે કે હમાસના હુમલા પાછળનું કારણ એ છે કે અમે ઇઝરાયેલ માટે રિજનલ ઇન્ટિગ્રેશનમાં પ્રગતિ કરી છે. આ અંગે મારી પાસે કોઇ પુરાવો નથીપરંતુ આ મારુ સહજ મૂલ્યાંકન છે.  

બુધવારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમેરિકાના પ્રેસિડન્ટે આ ટિપ્પણી કરી હતી. 

નવી દિલ્હીમાં G20 સમિટ દરમિયાનભારતયુએસએયુએઈસાઉદી અરેબિયાફ્રાન્સજર્મનીઇટાલી અને યુરોપિયન યુનિયને ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોરની સ્થાપના માટે સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ કોરિડોર એશિયાપશ્ચિમ એશિયામધ્ય પૂર્વ અને યુરોપ વચ્ચે વિસ્તૃત કનેક્ટિવિટી અને આર્થિક એકીકરણ દ્વારા આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. 

ભારત-મધ્ય-પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરમાં બે અલગ-અલગ કોરિડોરનો સમાવેશ થશેપૂર્વ કોરિડોર ભારતને પશ્ચિમ એશિયા/મધ્ય પૂર્વ સાથે જોડશે જ્યારે ઉત્તરીય કોરિડોર પશ્ચિમ એશિયા/મધ્ય પૂર્વને યુરોપ સાથે જોડશે. તેમાં રેલવે લાઇનનો સમાવેશ થાય છે.  

LEAVE A REPLY