(ANI Photo/Mohd Zakir)

ભારતના ચૂંટણીપંચે મંગળવારે બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવની ‘નેશનલ આઈકન’ તરીકે નિયુક્ત કરી હતી. લોકો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે અને મતદાન કરે તે માટેનું પ્રોત્સાહિત આપવા માટે ચૂંટણી પંચે જાણીતી હસ્તીઓને નેશનલ આઇકન બનાવતી હોય છે.

રાજકુમાર રાવે ફિલ્મ ‘ન્યૂટન’માં છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ચૂંટણી અધિકારીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને હિન્દીમાં બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યા હતા. ઓસ્કારમાં વિદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મની કેટેગરી માટે પણ તેને નોમિનેટ કરાઈ હતી.

અગાઉ ચૂંટણીપંચે અભિનેતા પંકજ ત્રિપાઠી, આમિર ખાન અને ક્રિકેટરો સચિન તેંડુલકર, એમએસ ધોની અને એમસી મેરી કોમને રાષ્ટ્રીય આઇકોન તરીકે માન્યતા આપી હતી.

ચાલુ વર્ષના અંત ભાગમાાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનારી ત્યારે ચૂંટણી પંચ વધુમાં વધુ લોકો મતદાન કરે તેવું ઈચ્છે છે અને પંચનું મોટા ભાગે ધ્યાન યુવાનો પર છે તેથી જ તેણે પહેલા સચિન અને હવે રાજકુમાર રાવ જેવા સેલિબ્રિટીને પસંદ કર્યા છે.

ચૂંટણી પંચ કોઈ હસ્તીને નેશનલ આઈકોન બનાવે છે ત્યારે તે સેલિબ્રિટીએ ચૂંટણી પંચ સાથે એક સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કરવાના હોય છે અને પછી આ સેલિબ્રિટી જાહેરાતો દ્વારા, તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા અથવા અન્ય કાર્યક્રમો દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરે છે.

 

LEAVE A REPLY