મીડલ ઇસ્ટમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષને કારણે યુકેમાં આતંકવાદી અત્યાચારને પ્રેરિત કરી શકે છે એવી આશંકા વચ્ચે બ્રિટનની જાસુસી સંસ્થા MI5 યુકેમાં ઇસ્લામવાદીઓ પર “ખૂબ જ નજીકથી ધ્યાન આપી રહી છે’’ એમ તેના ડિરેક્ટર જનરલે જણાવ્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને બ્રિટનની દાયકાઓ જૂની ગુપ્તચર ભાગીદારી, ફાઇવ આઇઝ એલાયન્સ કહે છે કે વિશ્વ ‘શીત યુદ્ધના અંત પછીના તેના સૌથી મોટા ખતરા’નો સામનો કરી રહ્યું છે.

MI5ના ડિરેક્ટર જનરલ કેન મેકકલમે ચેતવણી આપી હતી કે હમાસ દ્વારા કરવામાં આવેલા “ભયાનક હુમલાઓ” ને પગલે ઇસ્લામવાદી કટ્ટરપંથીઓ તેમજ વિરોધીઓ અને નિયો-નાઝીઓ યહૂદી સમુદાય માટે ખતરારૂપ છે. આતંકવાદી જૂથો નવી રીતે પ્રહાર કરવાનું પસંદ કરી શકે છે.આ પરિસ્થિતિ ઈરાનને પણ ઉત્સાહિત કરી શકે છે જે બ્રિટનમાં એક ડઝનથી વધુ હત્યા અને અપહરણના કાવતરા સાથે પહેલેથી જ જોડાયેલું છે.

યુકેના સૌથી નજીકના ગુપ્તચર સહયોગીઓ સાથે અભૂતપૂર્વ સુરક્ષા સમિટમાં બોલતા મેકકેલમે કહ્યું હતું કે “સ્પષ્ટપણે એવી શક્યતા છે કે મધ્ય પૂર્વમાં ગહન ઘટનાઓ કાં તો યુકેના જોખમનું વધુ પ્રમાણ પેદા કરશે અને/અથવા જે થઈ રહ્યું છે તેના સંદર્ભમાં તેનો આકાર બદલશે. લોકો કેવી રીતે પ્રેરણા લઈ રહ્યા છે તેના સંદર્ભમાં લક્ષ્યાંકિત છે.

કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં યોજાયેલ બેઠક બાદ મેકકલમે ચેતવણી આપી હતી કે ‘’ઈરાન તરફથી ખતરો વધુ તીવ્ર બની શકે છે. 12 મહિનામાં MI5 એ અસંતુષ્ટો અને મીડિયા સંસ્થાઓને ધ્યાનમાં રાખીને તેહરાન સાથે જોડાયેલા 15 પ્લોટને નિષ્ફળ બનાવ્યા હતા. શાસન “નવી દિશામાં આગળ વધી શકે છે. યુકે ઇઝરાયેલ સાથે શક્ય તેટલી ઝડપથી હકીકતો સ્થાપિત કરવા માટે કામ કરી રહ્યું છે. છ બ્રિટિશ લોકો માર્યા ગયા છે અને ગાઝામાં દસ જેટલા લોકોને બંધક તરીકે રાખવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. અમારી એજન્સીઝ તેમને ટ્રેક કરવાનો પ્રયાસ કરતી ટીમોને લીડ અથવા ગુપ્ત માહિતી પ્રદાન કરી શકે છે. યુકેનું જોખમ સ્તર બદલાયું નથી પરંતુ યુકેનું જોઇન્ટ ટેરરીઝમ એનાલીસીસ સેન્ટર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.”

MI6ના ભૂતપૂર્વ વડા સર એલેક્સ યંગરે હમાસના ઈઝરાયેલ પર થયેલા હુમલાને ગુપ્તચર નિષ્ફળતા નહીં પરંતુ “કલ્પનાની નિષ્ફળતા” ગણાવી હતી.

એફબીઆઈના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ કહ્યું હતું કે “ખતરાની તસવીર સતત વિકસિત થઈ રહી છે અને અહીં અમે યુ.એસ.માં હમાસ અથવા અન્ય વિદેશી આતંકવાદી સંગઠનો હુમલો કરે તેવી શક્યતાને છોડી શકતા નથી.”

LEAVE A REPLY