Air Asia founder and Lotus F1 Team Principal Tony Fernandes (Photo by Mark Thompson/Getty Images)

મલેશિયન ઉદ્યોગસાહસિક અને ક્વીન્સ પાર્ક રેન્જર્સ ફૂટબોલ ક્લબના ભૂતપૂર્વ માલિક તથા એરએશિયાના વડા ટોની ફર્નાન્ડિસે મેનેજમેન્ટ મીટિંગ દરમિયાન ટોપલેસ થઇને મસાજ કરાવતા હોય તેવો ફોટોગ્રાફ તેમણે લિંક્ડઇન પોસ્ટમાં શેર કર્યા બાદ તેમના પર કરતા ટીકાઓનો વરસાદ થઈ રહ્યો છે. જો કે તે ફોટો પછીથી કાઢી નાખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મસાજનું સૂચન એક સાથીદાર દ્વારા કરવામાં આવ્યું હતું.

ઓ ફોટોની પ્રતિક્રિયા ઝડપી હતી અને સોશિયલ મીડિયા પર આ તસવીરને “અનપ્રફેશનલ”, “અનાદરપૂર્ણ” અને “અયોગ્ય” ગણાવી ટીકા કરવામાં આવી હતી.

ફર્નાન્ડિસ એપ્સમ કોલેજ, લંડનમાં ભણેલા છે અને તેણે 2001માં મલેશિયાની સરકાર પાસેથી એરએશિયાને $1 કરતાં પણ ઓછી કિંમતે ખરીદી હતી. ફોર્બ્સ અનુસાર, હાલમાં તેની કિંમત £275 મિલિયન છે.

LEAVE A REPLY