સુનકે બ્રિટીશ પાર્લામેન્ટમાં જણાવ્યું હતું કે ‘’ગયા અઠવાડિયે મેં આતંક સામે અને સંઘર્ષના વધુ ફેલાવા સામે પ્રદેશમાં એકતાનો સંદેશ લાવવા મીડલ ઇસ્ટની મુલાકાત લીધી હતી. વ્યાપેલી કટોકટી બાબતે આપણા પ્રતિભાવનું સંકલન કરવા હું ઇઝરાયેલ, સાઉદી અરેબિયા, કતાર, ઇજિપ્ત અને પેલેસ્ટિનિયન ઓથોરિટીના નેતાઓને મળ્યો હતો. ઇઝરાયેલના પ્રવાસમાં જણાયું હતું કે રાષ્ટ્ર શોકમાં છે અને હુમલા હેઠળ છે. 7મી પછી પણ ઇઝરાયેલ સામેની હિંસાનો અંત આવ્યો નથી અને તેમના નગરો અને શહેરો પર દરરોજ સેંકડો રોકેટ છોડાય છે. તો હમાસે હજુ પણ બ્રિટિશ નાગરિકો સહિત લગભગ 200 બંધકોને બાનમાં રાખ્યા છે. હું મારી શક્તિમાં આવે તે બધું જ કરી રહ્યો છું – અને આપણા બધા ભાગીદારો સાથે કામ કરી રહ્યો છું. વડા પ્રધાન નેતન્યાહુ અને પ્રમુખ હરઝોગ સાથેની મારી બેઠકોમાં મેં તેમને ફરી એક વાર કહ્યું કે અમે આતંકવાદ સામે પોતાનો બચાવ કરવા દૃઢતાથી ઈઝરાયેલ સાથે ઊભા છીએ. મેં ફરીથી આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાને અનુરૂપ કાર્ય કરવાની અને નાગરિકોને નુકસાન ન પહોંચાડવા માટે દરેક સંભવિત પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.’’

સુનકે સંસદને કહ્યું હતું કે ‘’હું જાણું છું કે પેલેસ્ટિનિયન લોકો ભયંકર રીતે પીડાય છે અને સંઘર્ષમાં 4,000 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. તેઓ હમાસના પીડિતો પણ છે. પહેલાથી જ ઘણા લોકોના જીવ ગયા છે અને માનવતાવાદી કટોકટી વધી રહી છે. મેં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની, ઇજિપ્તમાં પ્રમુખ સીસી, જોર્ડનના રાજા અને પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ અબ્બાસ સાથે બેઠક કરી હતી. સાથેની મારી મુલાકાત અને અન્ય નેતાઓ સાથેની મુલાકાતથી આગળ છે. મારા મિત્ર અને ફોરેન સેક્રેટરી પણ આ પ્રદેશમાં વ્યાપક યાત્રા કરી રહ્યા છે.’’

સુનકે જણાવ્યું હતું કે ‘’આ વાર્તાલાપમાંથી ત્રણ કાયમી સંદેશા રજૂ થાય છે. પ્રથમ, ગાઝામાં વધુ માનવતાવાદી સમર્થન મેળવવા માટે આપણે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ. બીજો સંદેશ, એ છે કે આ અતિશય અને સરળ ઉકેલોનો સમય નથી અને ત્રીજો સંદેશ એ છે કે ઇઝરાયેલની ઉત્તરીય સરહદ પર હિઝબોલ્લાહ દ્વારા વધતા હુમલાઓ કરાય છે અને યમનથી મિસાઇલો અને ડ્રોન છોડવામાં આવ્યા છે. રફાહ ક્રોસિંગને મર્યાદિત ખોલવાથી મહત્વપૂર્ણ પ્રગતિ થઇ છે. તેમને પાણી, ખોરાક, દવા અને બળતણની સતત સહાયની જરૂર છે. તેથી અમે રાજદ્વારી દબાણ જાળવી રાખીશું. અમે ગાઝામાં નાગરિકોને મદદ કરવા માટે £10 મિલિયનની સહાય બાદ ગાઝામાં નાગરિકોને વધારાની £20 મિલિયન માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યા છીએ.  આ સહાય પહોંચાડવા માટે મુખ્ય લોજિસ્ટિકલ અને રાજકીય પડકારો બાબતે રાષ્ટ્રપતિ સીસી સાથે ચર્ચા કરી હતી. અમે ગાઝામાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો રફાહ ક્રોસિંગ દ્વારા બહાર નીકળી શકે તે સુનિશ્ચિત કરવા માટે પણ કામ કરી રહ્યા છીએ.’’

સુનકે જણાવ્યું હતું કે ‘’અતિશય કપરા કાળમાં મુત્સદ્દીગીરીથી આપણે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી પ્રાદેશિક સ્થિરતા માટે વધુ રોકાણ કરવાની જરૂર છે. ગઈકાલે રાત્રે મેં યુએસ, જર્મની, ફ્રાન્સ, ઈટાલી અને કેનેડાના નેતાઓ સાથે વાત કરી છે અને અમે બધા એસ્કેલેશનને રોકવા માટે કટિબદ્ધ છીએ. તેથી જ હું RAF અને રોયલ નેવીને તૈનાત કરી રહ્યો છું. હું મળ્યો તે તમામ નેતાઓ સંમત છે કે આ વોટરશેડની ક્ષણ છે. આ પ્રદેશને વધુ સારા માર્ગ પર સેટ કરવાનો સમય છે.’’

LEAVE A REPLY