જુનિયર બ્રિટીશ ફાઇનાન્સ સક્રેટરી વિક્ટોરિયા એટકિન્સે જણાવ્યું હતું કે ‘’ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં ઓછામાં ઓછા 10 બ્રિટિશ નાગરિકો માર્યા ગયા છે અને વધુ છ બ્રિટીશ નાગરિકોને બંધક બનાવાયા છે અને તેઓ અમારી સંપૂર્ણ પ્રાથમિકતા છે.”
16 વર્ષીય નોઈયા શારાબી કિબુત્ઝ હુમલામાં મરણ પામી હતી. મૃતકોમાં શરાબીની બહેન યાહેલ (ઉ.વ. 13) તેમજ તેમની માતા લિયાનનો સમાવેશ થાય છે. તેમના પિતા એલી હજુ પણ ગુમ છે. તો આઇરિશ સરકારે જણાવ્યું હતું કે હુમલામાં 22 વર્ષીય આઇરિશ-ઇઝરાયેલી મહિલાનું મોત થયું હતું.
ઈઝરાયેલના 75 વર્ષના ઈતિહાસમાં સૌથી ખરાબ હુમલામાં દેશની અંદર લગભગ 200 વિદેશીઓ સહિત 1,400થી વધુ લોકો માર્યા ગયા હતા. તો લગભગ 222 લોકોનું અપહરણ કરાયું હોવાની પુષ્ટિ કરાઇ છે. ઇઝરાયેલે કરેલા વળતા બોમ્બમારામાં ગાઝા પટ્ટીમાં 5,000થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં મોટાભાગે નાગરિકો હોવાનું કહેવાય છે.