પ્રતિક તસવીર (PTI Photo/Shailendra Bhojak)(PTI08-03-2020_000108B)

TUCના નવા પૃથ્થકરણમાં જાણવા મળ્યું છે કે પરિવારની અવેતન સાર સંભાળ રાખવાની પ્રતિબદ્ધતાઓને કારણે બ્લેક માઇનોરીટી અને એથનિક સ્ત્રીઓની લેબર માર્કેટમાંથી બહાર થવાની શક્યતાઓ પુરુષો કરતાં 12 ગણી વધારે હોય છે. હાલમાં આવી BME મહિલાઓની સંખ્યા 460,000 છે. આઠમાંથી એક (12%) BME મહિલા તેમની સંભાળ રાખવાની પ્રતિબદ્ધતાને કારણે કામ કરતી નથી.

આ જવાબદારીઓના કારણે 30 વર્ષની ઉંમરની BME મહિલાઓને સૌથી વધુ મોટો ફટકો પડે છે. આ વયજૂથની દર 5માંથી 1 મહિલા તેમના પરિવારની સંભાળ રાખવાના દબાણને કારણે નોકરી કરી શકતી નથી. TUC કહે છે કે ફ્લેક્સીબલ ચાઇલ્ડ કેર અને એક્સેસીબલ ચાઇલ્ડ કેરનો અભાવ BME મહિલાઓને જોબ માર્કેટથી દૂર રાખે છે. યુનિયન બોડી કહે છે કે કામ કરતા લોકો માટે લેબરની નવી ડીલ “કામ પરની મહિલાઓ માટે પરિવર્તનકારી” હશે.

આ વિશ્લેષણ દર્શાવે છે કે વૃદ્ધ મહિલાઓ માટે પરિસ્થિતિમાં વધુ સુધારો થતો નથી. સાતમાંથી એક (15%) અને 10 માંથી એક (10%) BME સ્ત્રીઓ તેમના 40 અને 50 ના દાયકામાં તેમની પરિવાર પ્રત્યેની સંભાળની પ્રતિબદ્ધતાને કારણે લેબર માર્કેટમાંથી બહાર છે.

મહિલાઓને જોબ માર્કેટ સુધી પહોંચવામાં અવરોધોનો સામનો કરવો પડતો હોવાથી TUC ચિંતિત છે કે BME પરિવારો ગરીબીમાં સરી જવાનું વધુ જોખમ ધરાવે છે.

TUC મહિલાઓને કામથી બહાર નીકળતી અટકાવવા, તેમને યોગ્ય પગાર મળે તથા પુરૂષ અને સ્ત્રી વચ્ચેના  વેતનના તફાવતને યોગ્ય રીતે સંબોધવા માટે સરકારી પગલાંની માંગ કરે છે. લેબરે તેની સરકારના પ્રથમ 100 દિવસમાં રોજગાર બિલમાં કામ કરતા લોકો માટે નવા અધિકારો પહોંચાડવાનું વચન આપ્યું છે.

LEAVE A REPLY