સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની પુત્રી સારા અલી ખાનને જુદા-જુદા સ્થળોનો પ્રવાસ કરવાનું ખૂબ જ પસંદ છે. તે સમય મળે ત્યારે બ્રેક લઈને નવા-નવા વિસ્તારો ખૂંદવા નીકળી પડે છે. સારાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રાવેલ ડાયરીથી ભરચક હોય છે. સારાના પસંદગીના પ્રવાસન સ્થળોમાં લંડનનો પણ સમાવેશ થાય છે. સારા તાજેતરમાં પોતાની માતા અમૃતા સિંઘ સાથે યુકે પહોંચી છે. તેણે લંડનથી સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા હતા. કેપ્શનમાં સારાએ લખ્યું છે કે, વિલન્સ ઈન વિલાયત. કભી વર્ક આઉટ યા કોફી, કભી બ્રેકિંગ ડાયટ, બટ ઓલ ધ વ્હાઈલ-માય બ્રાઈટ બોલ્ડ કલર્સ કોઝિંગ રાયોટ.
યુકેમાં દરેક પળને માણી રહેલા ફોટોગ્રાફ્સ પોસ્ટ કરતી વખતે સારાનો શાયરાના મિજાજ ફરી જોવા મળ્યો હતો. અવાર-નવાર ધાર્મિક સ્થળો અને હરવા-ફરવાના સ્થળો પર જતી હોય છે. સારા અલી ખાન દરેક ફોટોગ્રાફને અનોખી ફિલોસોફી સાથે રજૂ કરે છે. પોતાની પોસ્ટની જેમ સારાને અભિનય માટે પણ ગંભીર રોલ મળી રહ્યા છે. તેની નવી ફિલ્મ ર્ડર મુબારકમાં તેની ભૂમિકા રહસ્યથી ભરેલી છે. એ મેરે વતનમાં તે સ્વાતંત્ર્ય સેનાની તરીકે જોવા મળશે. અગાઉ ગેસલાઈટ ફિલ્મમાં તેણે વિકલાંગ યુવતીનો રોલ કર્યો હતો. ફિલ્મોમાં બીબાઢાળ રોલ કરવાના બદલે સારાને પોતાના પાત્ર સાથે પ્રયોગો કરવાનું પસંદ છે. વારંવાર ટ્રાવેલિંગ માટે જનારી સારા દરેક વેકેશન પછી નવા રોલ માટે તૈયાર થઈને આવે છે.