(PTI Photo/Subhav Shukla)

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને પ્રખ્યાત સ્પિન ત્રિપુટીમાંના એક, બિશન સિંહ બેદીનું લાંબી બિમારી પછી સોમવાર, 23 ઓક્ટોબરે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શોક વ્યક્ત કર્યો હતો. અમારી સંવેદના અને પ્રાર્થનાઓ આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને ચાહકો સાથે છે. 

બિશન સિંહ બેદીનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેઓ પ્રખ્યાત લેફ્ટી સ્પિનર હતા. બેદી 1966 થી 1979 દરમિયાન ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા અને 22 ટેસ્ટમાં ભારતની કેપ્ટનશિપ પણ સંભાળી હતી. બિશન સિંહે 67 ટેસ્ટ મેચમાં 266 વિકેટ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 1560 વિકેટ ઝડપી હતી. 

LEAVE A REPLY