પ્રતિક તસવીર

રાજકોટ શહેરના આજી ડેમ વિસ્તારમાં રવિવારે એક ટ્રક ડ્રાઈવરે તેનાથી અલગ પડેલી પત્ની, 10 વર્ષના પુત્ર અને તેના પ્રેમીની ટ્રક નીચે કચડી નાંખીને હત્યા કરી હતી.પોલીસે જણાવ્યું હતું કે પત્ની પારુલ (32), પુત્ર પ્રદિપ (10) અને પારુલના પ્રેમી નવનીત વરુ (24)ની હત્યા માટે 30 વર્ષના આરોપી પ્રવિણ દાફડાની ધરપકડ કરી હતી.

શરૂઆતમાં અકસ્માતનો દેખાતી આ ઘટના ખરેખર ટ્રીપલ મર્ડર નીકળતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આજી ડેમ પોલીસે આરોપીને સકંજામાં લઈ પૂછપરછ કરતા તેણે ગુનો પણ કબુલી લીધો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રૈયા રોડ પરના ઈન્દીરાનગરમાં રહેતાં પ્રવિણ વાલજીભાઈ દાફડાએ ૧૭ વર્ષ પહેલાં પારૂલ સાથે લવમેરેજ કર્યા હતા. દામ્પત્યજીવન દરમિયાન બંનેને બે પુત્રોની પ્રાપ્તી થઈ હતી. જેમાંથી મોટા પુત્રનું નામ બંટી (ઉ.વ.૧૪) છે. જયારે નાના પુત્રનું નામ પ્રદિપ (ઉ.વ.૧૧) હતું. પારૂલને બે વર્ષથી કોઠારીયા રોડ પરની સુખરામનગર સોસાયટી શેરી નં.૮માં એકલા રહેતા અને કેટરર્સનું કામ કરતા નવનીત રામજીભાઈ વરૂ (ઉ.વ.ર૪) સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પારૂલને પતિ પ્રવિણ સાથે છેલ્લા ઘણાં સમયથી બનતું ન હતું. બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. તેનાથી કંટાળીને પારૂલ નાના પુત્ર પ્રદિપને લઈ પ્રેમી નવનીત સાથે રહેવા આવી ગઈ હતી.

LEAVE A REPLY