પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી રૂ.6,052 કરોડના ડિફેન્સ ઇક્વિપમેન્ટ, સબ-સિસ્ટમ, પાર્ટસ એન્ડ કમ્પોનન્ટની નિકાસ કરી હતી. છેલ્લાં પાંચ વર્ષમાં દેશની કુલ ડિફેન્સ નિકાસ રૂ.52,000 કરોડને વટાવી ગઈ છે. આ ડેટા 13 ઓક્ટોબર 2023 સુધીના છે, એમ ડિફેન્સ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના ડેટામાં જણાવ્યું હતું. 

ડિફેન્સ નિકાસ FY23માં ₹15,918 કરોડ, FY22માં રૂ.12,815 કરોડ અને FY21માં રૂ.8,435 કરોડને સ્પર્શી હતી. FY23ને બાદ કરતાં દેશની ડિફેન્સ નિકાસમાં સતત વધારો થયો છે.  

ડિફેન્સ એક્સપોર્ટમાં ખાનગી સેક્ટરની ભાગીદારી મહત્ત્વપૂર્ણ રહી છે જેનાથી નિકાસમાં ભારે વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધી કુલ એક્સપોર્ટમાં ખાનગી સેકટરની ભાગીદારી બે તૃતીયાંશ થઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષોમાં તે 45% થી 90% સુધી રહી હતી. લગભગ 80 દેશ ભારતથી ડિફેન્સ ઉપકરણોની આયાત કરે છે.  

ભારતમાં ડિફેન્સ પ્રોડક્ટની નિકાસમાં આશરે 100 કંપનીઓ કાર્યરત છે. છેલ્લા નવ વર્ષોમાં, સરકારે અસંખ્ય નીતિગત પહેલો અમલમાં મૂકી છે અને સંરક્ષણ નિકાસને ઉત્તેજન આપવા માટે સુધારા કર્યા છે. વિદેશી સ્ત્રોતોમાંથી સંરક્ષણ પ્રાપ્તિ પરનો ખર્ચ 2018-19માં એકંદર ખર્ચના 46 ટકાથી ઘટીને ડિસેમ્બર 2022 સુધીમાં 36.7 ટકા થઈ ગયો હતો., જે આત્મનિર્ભરતા અને સ્વદેશી ઉત્પાદન ક્ષમતાઓ તરફ વ્યૂહાત્મક પરિવર્તન દર્શાવે છે. ભારત ડોર્નિયર-228, આર્ટિલરી ગન, બ્રહ્મોસ મિસાઇલ્સ, પિનાકા રોકેટ અને પ્રક્ષેપણ, રડાર, સિમ્યુલેટર અને આર્મર્ડ વાહનો જેવી ડિફેન્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે.  

 

LEAVE A REPLY