Mumbai: South Africa players celebrates after winning the ICC Men’s Cricket World Cup 2023 match against England, at Wankhede Stadium, in Mumbai, Saturday, Oct. 21, 2023. (PTI Photo/Shashank Parade) (PTI10_21_2023_000538B)

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી વર્લ્ડકપની મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 229 રને કારમો પરાજય આપ્યો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં સાત વિકેટે 399 રનનો વિશાળ સ્કોર ખડો કર્યો હતો. ઈંગ્લેન્ડને જીતવા માટે 400 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેની સામે ઈંગ્લેન્ડની ટીમ 22 ઓવરમાં ફક્ત 170 રન પર તંબુભેગી થઇ ગઈ હતી. આફ્રિકાએ આ મેચ 229 રને જીતી લીધી હતી.

આ મેચ બંને દેશો માટે મહત્વપૂર્ણ હતી. બંને ટીમો અગાઉની મેચમાં ઉલટફેરનો શિકાર બની હતી. હેનરિક ક્લાસેનને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. 400 રનના વિશાળ લક્ષ્ય સામે મેદાને ઉતરતાં જ ઈંગ્લેન્ડે ખરાબ શરૂઆત કરી છે. 8 ઓવરની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડે માત્ર 38 રન કર્યા હતા અને તેનો ધબડકો થઈ જતાં તેના ટોચના 4 બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. તેમાં જોની બેરિસ્ટો 10, ડેવિડ મલાન 6, જો રુટ 2 અને સ્ટાર બેટ્સમેન બેન સ્ટોક્સ પણ 5 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયો

પ્રથમ બેટિંગ માટે મેદાનમાં ઉતરેલા આફ્રિકી ખેલાડીઓ તરફથી હેનરિક ક્લાસેને માત્ર 67 બોલમાં 12 ચોગ્ગા અને 4 સિક્સર સાથે 109 રન ફટકાર્યા હતા. જ્યારે માર્કો જેન્સને 42 બોલમાં 3 ચોગ્ગા અને 6 સિક્સર સાથે 75 રન ફટકાર્યાં હતા. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમ આ ઘોર પરાજય બાદ પોઇન્ટ ટેબલમાં નવમાં સ્થાને સરકી ગયું હતું.

LEAVE A REPLY