ઉત્તર ભારતના હિમાલય વિસ્તારમાં આવેલા ચારધામની આ વર્ષે મુલાકાત લેનારા યાત્રાળુઓની સંખ્યા પ્રથમવાર 50 લાખને પાર કરી ગઈ છે. વિશ્વ વિખ્યાત ચારધામ – બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની મુલાકાત લેવા દેશ અને વિદેશમાંથી વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જઇ રહ્યા છે. અત્યાર સુધીમાં 50 લાખ યાત્રાળુઓએ ત્યાં જઇને ચારેય ધામમાં દર્શન કર્યા હતા. ગત વર્ષે 47 લાખ યાત્રીઓએ ચારેય ધામમાં દર્શન કર્યા હતા. 16 ઓક્ટોબર સુધીના સત્તાવાર આંકડા પ્રમાણે ચારધામની મુલાકાતે જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 50 લાખથી વધી ગઈ છે. આ સાથે અંદાજે 5.41 લાખ વાહનો પણ ચારધામ ગયા હતા. એપ્રિલ-મેમાં ચારધામની યાત્રા શરૂ થયા પછી અંદાજે 17.08 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ, 15.90 લાખ બદ્રીનાથ ધામ, 8.46 લાખ ગંગોત્રી અને 6.94 લાખ યમુનોત્રી પહોંચ્યાં હતા. આ ઉપરાંત 1.77 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ હેમકુંડ સાહિબના દર્શન પણ કર્યા હતા.

LEAVE A REPLY