ગાઝા સિટીની હોસ્પિટલ પર 17 ઓક્ટોબરે થયેલા હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 500 લોકોના મોત થયા હતા. હોસ્પિટલ ઘાયલો અને અન્ય પેલેસ્ટિનિયનોથી ભરાયેલી હતી ત્યારે આ હુમલો થયો હતો. ગાઝાના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ઓછામાં ઓછા 500 લોકો માર્યા ગયા હતા. હોસ્પિટલ પર હુમલાથી સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ ઊભો થયો હતો.
હમાસના નેતાએ ઇઝરાયેલ પર હોસ્પિટલ પર પ્રહાર કરવાનો આરોપ મૂક્યો હતો. બીજી તરફ ઇઝરાયેલે દાવો કર્યો હતો કે ઇસ્લામિક જેહાદ પેલેસ્ટિનિયન આતંકવાદીઓનું રોકેટ મિસફાયર થતાં તે હોસ્પિટલને અથડાયું હતું. આ દરમિયાન ઇઝરાયલી આર્મીએ પોતાના દાવાના સમર્થનમાં એક ફોન કોલ રેકોર્ડિંગ જાહેર કર્યું હતું જેમાં હમાસના બે ઓપરેટિવ હોસ્પિટલ પર હુમલાની વાતચીત કરી રહ્યા છે. આમાં તેઓ કહી રહ્યા છે કે ઇસ્લામિક જેહાદે હોસ્પિટલ નજીકના કબ્રસ્તાનમાંથી લગભગ 10 રોકેટ છોડ્યા હતા. આમાંથી એક મિસફાયર થયું.
બીજી તરફ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 18 ઓક્ટોબરે ઇઝરાયેલના તેલ અવિવ પહોંચ્યા હતા અને વડાપ્રધાન બેન્ઝાબિન નેતાન્યાહુ સાથે મંત્રણા કરી હતી. યુએસ પ્રમુખ જો બાઇડને ઇઝરાયલના દાવાને સમર્થન આપ્યું હતું કે ગાઝાની હોસ્પિટલમાં હુમલા માટે આતંકવાદીઓ જવાબદાર હતાં.
બાઇડને જણાવ્યું હતું કે “ગાઝાની હોસ્પિટલમાં ગઈકાલે થયેલા વિસ્ફોટથી હું ખૂબ જ દુઃખી છું અને મેં જે જોયું તેના આધારે, એવું લાગે છે કે તે અન્ય ટીમ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો.