(Photo by SUJIT JAISWAL / AFP) (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)
બોલીવૂડની યુવા અભિનેત્રી ક્રિતી સેનને તેના સંબંધો અંગે સ્પષ્ટતા કરી છે. તેણે જણાવ્યું છે કે, તે હજુ પણ એકલી જ છે. એટલે તે કોઇની સાથે ડેટ કરી રહી નથી. તે છેલ્લે ‘આદિપુરુષ’ ફિલ્મમાં જોવા મળી હતી. આ ઉપરાંત તે કરીના કપૂર ખાન સાથે ‘ધ ક્રૂ’માં, શાહિદ કપૂર સાથે એક ફિલ્મમાં અને ટાઇગર શ્રોફ સાથે ‘ગનપત’માં જોવા મળશે.
પ્રભાસ સાથે તેના રીલેશનની ચર્ચા હતી. હવે તેણે અફવાઓને ફગાવતા જણાવ્યું હતું કે, ‘હું સૌને સ્પષ્ટતા કરવા ઇચ્છું છું કે હું એકલી જ છું. હું તમને સહુને કહું કે, મારે કેવો પાર્ટનર જોઈએ છે. મને લાગે છે કે હું રોમેન્ટિક છું. હું પણ પ્રેમમાં પડવા ઇચ્છું છું. મને એવી વ્યક્તિ જોઈએ છે જેની પાસે મારા માટે ખૂબ જ પ્રેમ હોય અને પ્રામાણિકતા હોય. હું એવા લોકો તરફ આકર્ષિત થઈશ જે મહત્ત્વાકાંક્ષી, આકર્ષક અને મને પ્રેરિત કરે તેવા હોય, તેવી વિશેષતા મારા પાર્ટનરમાં હું જોવા ઇચ્છું છું. સાથે જ મારા કરતાં તેની  ઊંચાઇ વધુ હોય. છેવટે તમને તો એવી વ્યક્તિ જોઈએ છે જે પ્રેમાળ હોય, ખૂબ પ્રેમ કરે, વાસ્તવિક હોય અને ઈમાનદાર હોય.’

LEAVE A REPLY