ઇઝરાયેલ અને હમાસના યુદ્ધ વચ્ચે વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને જણાવ્યું હતું કે તેને આ યુદ્ધ વધુ ઉગ્ર બનવાની અને તેમાં તેમાં ઇરાનની સીધી સામેલગીરીની આશંકા છે. ઇઝરાયેલ-લેબનોન સરહદ પર નવા યુદ્ધ મોરચાની શક્યતા છે.
ઈરાન સીધી રીતે સામેલગીરીની શક્યતાને પણ નકારી શકાય નહીં. આપણે દરેક સંભવિત સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. આ જોખમને ધ્યાનમાં રાખીને પ્રેસિડન્ટ બાઇડન ઝડપથી એરક્રાફ્ટ કેરિયર મોકલી રહ્યાં છે.
આરબ દેશોના વડાઓ સાથે વાટાઘાટાનો શ્રેણીબદ્ધ દોર પછી અમેરિકાના વિદેશ પ્રધાન અન્ટની બ્લિંકન સોમવારે ફરી ઇઝરાયેલ થશે. બ્લિંકને રવિવારે રિયાધમાં સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. ઇરાન સાથે રાજદ્વારી સંબંધો ન હોવા છતાં અમેરિકાએ બેકચેનલ માધ્યમો મારફત ઇરાન સાથે પણ મંત્રણા કરી હતી.