પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારે વિરોધને પગલે ભારત સરકારે લેપટોપની આયાત પર નિયંત્રણો મૂકવાના તેના નિર્ણયને પાછો ખેંચી લીધો છે. ભારતના વેપાર સચિવ સુનીલ બર્થવાલે શુક્રવારે આ ફેરફારની જાહેરાત કરી હતી. વેપાર સચિવે દાવો કર્યો હતો કે સરકાર લેપટોપના આયાતકારો પર નજર રાખવા માંગે છે 

સરકારે ઓગસ્ટ-2023માં ભારતે લેપટોપની આયાત પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણયની ભારે ટીકા થઈ હતી. વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે કહ્યું હતું કે ભારત લેપટોપની આયાત પર પ્રતિબંધ લાદશે નહીં. 

એક પ્રેસ કોન્ફરન્સમાં વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે જણાવ્યું હતું કેભારત લેપટોપ અને કોમ્પ્યુટર આયાત પર કોઈ પ્રતિબંધ લાદશે નહીં. સરકાર આયાત કરનારાઓની આયાત પર નજર રાખશે. અગાઉ સરકારે ઓગસ્ટમાં કહ્યું હતું કેલેપટોપટેબલેટકોમ્પ્યુટરની આયાત માટે એક નવેમ્બરથી લાયસન્સ સિસ્ટમ શરૂ કરશે. 

વાણિજ્ય સચિવે કહ્યું કેલેપટોપ પર આવા પ્રકારનો પ્રતિબંધ ન લાદવાનો અમારો વિચાર છે. અમે માત્ર એવું કહી રહ્યા છે કેલેપટોપની આયાત નજર રાખી શકાય તે માટે આયાત પર કડક નજર રાખવામાં આવશે. તેમણે કહ્યું કેઅમે આયાત પર નજર રાખી રહ્યા છે અને તેને પ્રતિબંધ સાથે કોઈ લેવા-દેવા નથી. 

અગાઉ સરકારે દેશમાં મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન આપવા અને ચીન જેવા દેશોથી આયાત ઘટાડવા ઓગસ્ટમાં લેપટોપકોમ્પ્યુટરટેબલેટકોમ્પ્યુટર સહિત માઈક્રો કોમ્પ્યુટર અને કેટલાક ડેટા પ્રોસેસિંગ મશીનોની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો.  

સરકારના આ આદેશ બાદ આઈટી હાર્ડવેરથી સંકળાયેલી ઈન્ડસ્ટ્રીએ ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને આ આદેશ પરત ખેંચવા અપીલ કરી હતી. એક અંદાજ મુજબ ભારત દર વર્ષે 7-8 અબજ ડોલરની વેલ્યૂ બરાબર કોમ્પ્યુટર હાર્ડવેરને લગતા ઈલેક્ટ્રોનિક્સ આઈટ્સની આયાત કરે છે. 

 

LEAVE A REPLY