જો અત્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે, બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રી કોણ છે, તો સૌ પ્રથમ દીપિકા પદુકોણ કે આલિયા ભટ્ટનું નામ સૌથી પહેલા યાદ આવે. આ બંનેની કમાણી અને તેમની ભારે ફી જાણતા લોકો તો આ બંનેનું જ નામ આપશે પણ તાજેતરમાં થયેલા એક સર્વે મુજબ દિપીકા કે આલિયા બેમાંથી એક પણ બોલિવૂડની સૌથી ધનવાન અભિનેત્રીમાં સ્થાન ધરાવતી નથી. આ સર્વેમાં પ્રથમ સ્થાને હવે ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પણ નથી.
ઝી બિઝનેસ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વે મુજબ બોલિવૂડની સૌથી ધનિક અભિનેત્રીઓમાં પ્રથમ ક્રમે ઐશ્વર્યા રાયનું નામ છે. તેની કુલ નેટવર્થ રૂ. 828 કરોડ રૂપિયા છે. તેના પથી બીજા સ્થાને પ્રિયંકા ચોપરા છે, પણ તેની નેટવર્થ ઐશ્વર્યા કરતાં ઘણી નીચી છે, તેની નેટવર્થ અંદાજે રૂ. 580 કરોડ રૂપિયા છે જ્યારે આલિયા ભટ્ટ 557 કરોડ સાથે ત્રીજા ક્રમે છે.
ચોથા ક્રમે કરીના કપૂર ખાન છે જેની નેટવર્થ 440 કરોડ છે અને દીપિકા રૂ. 314 કરોડ સાથે પાંચમા સ્થાને છે. ત્યાર પછીના સ્થાનોમાં અનુષ્કા શર્મા, માધુરી દિક્ષીત, કેટરીના કૈફ, શ્રદ્ધા કપૂરનો સમાવેશ થાય છે. શ્રદ્ધા કપૂરની નેટવર્થ અંદાજે રૂ. 112 કરોડની માનવામાં આવે છે. હવે આ તમામ ધનવાન અભિનેત્રીઓની કમાણી આટલી છે તો વિચારીએ કે અભિનેતાઓની કમાણી કેટલી હશે? જોકે ખૂબીની વાત એ છે કે, ઐશ્વર્યા રાય સિવાયની આ તમામ અભિન્ત્રીઓ બિઝનેસ પણ કરે છે. તેઓ અભિનય સિવાય પોતાનું પ્રોડક્શન હાઉસ ધરાવે છે તો કોઈની પોતાની બ્યૂટી બ્રાન્ડ છે