REUTERS/Ibraheem Abu Mustafa

હમાસ સામેના યુદ્ધના સાતમા દિવસે ઇઝરાયેલે ઉત્તર ગાઝા ખાલી કરવા આશરે 11 લાખ લોકોને આદેશ આપતા મોટાપાયે પલાયન ચાલુ થયું હતું. ઇઝરાયેલે આ લોકોને દક્ષિણ ગાઝામાં જતાં રહેવાની તાકીદ કરાઈ હતી. ઇઝરાયેલનું આ અલ્ટીમેટમ ભૂમિદળના આક્રમણનો સ્પષ્ટ સંદેશ છે. આર્મીએ પણ જણાવ્યું હતું કે ભૂમિ દળોએ છેલ્લા 24 કલાકમાં ગાઝામાં “સ્થાનિક” દરોડા પાડ્યા છે. દરોડાનો ઉદ્દેશ્ય “ગુમ થયેલ વ્યક્તિઓને શોધવા ઉપરાંત આતંકવાદીઓ અને હથિયારોની સફાઈ કરવાનો છે.

આવા હુમલાથી બંને પક્ષે ભારે ખાનાખરાબી થવાની આશંકા છે. બીજી તરફ હમાસે લોકોને સ્થળાંતર ન કરવાની અપીલ કરી છે અને ઇરાને ચેતવણી આપી હતી કે ગાઝા પર બોંબમારો ચાલુ રહેશે તો બીજા મોરચા ખુલશે.

ઇઝરાયેલના આદેશથી ઉત્તર ગાઝામાં ગભરાટ ફેલાયો હતો. ઇઝરાયેલે ગાઝાના 23 લાખ લોકોને ઇજિપ્તથી મળતો સપ્લાય અટકાવી દીધો છે. તેનાથી આંતરરાષ્ટ્રીય સહાય જૂથોએ વધુ ખરાબ માનવતાવાદી કટોકટીની ચેતવણી આપી છે. 7 ઓક્ટોબરે હમાસે ઓચિંતો હુમલો કર્યો તે પછી ચાલુ થયેલા જંગમાં બંને પક્ષે ઓછામાં ઓછા 2,800 લોકોના મોત થયા છે.

ઇઝરાયેલ ઉત્તર ગાઝામાં મિલિટરી હુમલો કરીને ત્રાસવાદી જૂથ હમાસને નેસ્તનાબૂદ કરવા માગે છે અને બંધકોને છોડવા માગે છે. સ્થળાંતરનો આદેશ તોળાઈ રહેલા ગ્રાઉન્ડ આક્રમણનો સંકેત આપી શકે છે, જોકે સૈન્યએ ગુરુવારે કહ્યું હતું કે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે ઇઝરાયેલની મિલિટરી ગ્રાઉન્ડ હુમલાની તૈયારી કરી રહી છે.

ભૂમિ પરનું આક્રમણથી  હમાસના આતંકવાદીઓ સાથે શેરીમાં લડાઈ થશે. હમાસના આતંકીઓ મોટી મોટી ટનલોમાં છુપાયા હોવાનું માનવામાં આવે છે. ઇઝરાયેલે આશરે 3.60 લાખ અનામત સૈનિકોને એેકઠા કર્યા છે અને ભયંકર હુમલાની ચેતવણી આપી છે.

ઇઝરાયેલની આ નવી હિલચાલથી ગાઝા શહેર સહિત ઉત્તરી ગાઝામાંથી મોટાપાયે પલાયન ચાલુ થયું હતું અને અરાજનકતા સર્જાઈ હતી. યુનાઈટેડ નેશન્સ અનુસાર, ખાલી કરાવવાના આદેશો પહેલાથી જ ગાઝા પટ્ટીના 4.23 લાખ રહેવાસીઓ તેમના ઘર છોડીને ભાગી ગયા છે. ગાઝાના લોકોથી અંધરપટનો સામનો કરી રહ્યાં છે. ગાઝાની સૌથી મોટી હૉસ્પિટલનું શબઘર ગુરુવારે ભરાઈ ગયું કારણ કે ઇઝરાયેલના ભારે હવાઈ હુમલાના છઠ્ઠા દિવસે સંબંધીઓ દાવો કરી શકે તેના કરતાં વધુ ઝડપથી મૃતદેહો આવ્યા હતા. ગાઝામાં 1,799થી વધુ લોકોના મોત થયો છે   અને 7,400 જેટલા ઘાયલ થયા છે.

અમેરિકા આ યુદ્ધમાં ઇઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે. અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન પછી તેના સંરક્ષણ પ્રધાન લોઇડ ઓસ્ટિન તેલ અવિવ આવી પહોંચ્યા હતા. ઇઝરાયેલની મુલાકાતના એક દિવસ પછી બ્લિંકન શુક્રવારે જોર્ડનના રાજા અબ્દુલ્લા II અને પેલેસ્ટિનિયન પ્રમુખ મહમૂદ અબ્બાસ સાથે વાટાઘાટો માટે જોર્ડનમાં પહોંચ્યાં હતા.

 

 

 

LEAVE A REPLY