Bilkis bano rape case
બિલકિસ બાનો (ફાઇલ ફોટો) (ANI Photo)

સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસના 11 દોષિતોની સજામાફી સંબંધિત ઓરિજિનલ રેકોર્ડ 16 ઓક્ટોબર સુધી સુપરત કરવા કેન્દ્ર અને ગુજરાત સરકારને ગુરુવારે આદેશ આપ્યો હતો. 2002ના ગોધરા રમખામણો વખતે બિલ્કીસ બાનો પર ગેંગરેપ થયો હતો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરાઈ હતી. ગુજરાત સરકારે આ કેસના 11 દોષિતોની સજા માફ કરેલી છે. આ સજામાફીને સુપ્રીમ કોર્ટમાં પડકારાઈ છે.

જસ્ટિસ બી વી નાગરરત્ના અને ઉજ્જલ ભુયાનની ખંડપીઠે કેન્દ્ર, ગુજરાત સરકાર અને પીઆઈએલ અરજીકર્તાઓ તથા બિલ્કીસ બાનોના વકીલોની રજૂઆત સાંભળ્યા પછી તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.

ગુજરાત સરકારે દોષિતોને આપેલી સજામાફી સામે બિલ્કીસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરેલી છે. આ ઉપરાત CPI(M)ના નેતા સુભાષિની અલી, પત્રકાર રેવતી લાલ અને લખનૌ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર રૂપરેખા વર્મા સહિતના બીજા કેટલાંક લોકોએ પણ સજામાફી સામે જાહેર હિતની અરજીઓ કરી છે. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ પણ દોષિતોને અપાયેલી માફી અને તેમની વહેલી મુક્તિ સામે પીઆઈએલ દાખલ કરી છે.

ગોધરા ટ્રેનકાંડ પછી ગુજરાત કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. બિસ્કીસ બાનો પર ગેંગરેપ થયો ત્યારે તેની ઉંમર 21 વર્ષ હતી અને તેના ગર્ભમાં પાંચ મહિનાનું બાળક હતું.

LEAVE A REPLY