લિવરપૂલમાં યોજાઇ રહેલી લેબર પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સમાં લેબર નેતા સર કેર સ્ટાર્મરે “રાષ્ટ્રીય નવીકરણના દાયકા”નું વચન આપ્યું છે. સર કેરના ભાષણની શરૂઆતમાં સ્ટેજ પર ધસી જઇ સર કેર પર જરી ફેંકનાર 28 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
આગામી ચૂંટણી પહેલાના તેમના છેલ્લું પાર્ટી કોન્ફરન્સ ભાષણમાં સર સ્ટાર્મરે નવા નગરોની આગામી પેઢી” ઉભી કરવાની અને કુલ 1.5 મિલિયન નવા ઘરો બનાવવાની પ્રતિજ્ઞા જાહેર કરી હતી. તેમણે બિનઉપયોગી શહેરી જમીન પર મકાન બનાવવાનું વચન આપ્યું હતું. તેમણે NHS સુધારણા, શેરીઓમાં વધુ પોલીસ અધિકારીઓ મૂકવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આપણે સાથે મળીને આવતીકાલના પડકારોને આજે ઠીક કરીશું.
એક કલાકથી વધુ ચાલેલા ઇઝરાયેલમાં સામૂહિક હુમલાઓને સંબોધતા કહ્યું હતું કે “હમાસના આતંકવાદીઓ દ્વારા ઠંડા કલેજે માર્યા ગયેલા પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની હત્યાની “સંપૂર્ણપણે નિંદા” કરે છે.
સર કેર સ્ટાર્મરે પોતાની જાતને સુધારક તરીકે પ્રસ્થાપિત કરી, વિકાસ અને સુરક્ષા આપવાનું વચન આપતાં જણાવ્યું હતું કે ‘’લેબર હવે “વિરોધ કરતા પક્ષ”માંથી સરકાર બનાવવા માટે રાહ જોતો પક્ષ બન્યો છે. અસંતુષ્ટ ટોરી નેતાઓને મારી પાર્ટીમાં જોડાવા સીધી અપીલ કરૂ છું. જે તૂટેલું છે તેને રીપેર કરી શકાય છે, જે બરબાદ થયું છે તેને ફરીથી બનાવી શકાય છે. આર્થિક સુરક્ષા અને સ્થિરતા વિના લોકો ક્લાસ સીલીંગ તોડી શકશે નહીં.”
તેમણે પોતાના ભાષણમાં ડાઉનિંગ સ્ટ્રીટમા પાર્ટીઓ યોજવાના કૌભાંડનો સંદર્ભ આપીને ભૂતપૂર્વ પીએમ બોરિસ જોન્સન પર અનેક નિશાન સાધ્યા હતા. તો સ્કોટિશ નેશનલ પાર્ટી પર હુમલો કર્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે લેબર સત્તામાં બે ટર્મ માટેનું લક્ષ્ય ધરાવે છે અને જો લેબર ચૂંટણી જીતશે તો તેનું કાર્ય ટોની બ્લેર અથવા અગાઉના લેબર શાસન કરતાં વધુ મુશ્કેલ અને લાંબુ હશે.