સરકારી સલાહકાર અને “ધ બ્લૂમ રિવ્યુ”ના લેખક કોલિન બ્લૂમે એક ખાલિસ્તાની ઉગ્રવાદી ભારતના રાષ્ટ્રધ્વજને ભારતીય હાઇ કમિશનની બહાર જમીન પર ફંગોળીને તેના પર બોટલમાંથી દારૂ કે બીયર ઢોળતો હોવાનો વિડીયો પોસ્ટ કર્યો હતો.
પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે ‘’એવું લાગે છે કે આ ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓ (PKEs) ની એક નાની પરંતુ અવાજવાળી લઘુમતી તરફથી હિંદુઓ વિશે ભેદભાવપૂર્ણ અને ચિંતાજનક ભાષામાં નોંધપાત્ર અને ચિંતાજનક વધારો થયો છે. હિંદુઓ વિરુદ્ધ જે દ્વેષપૂર્ણ ભાષાનો ઉપયોગ આ ગુંડાઓ દ્વારા કરાય છે તેવું જો અન્ય કોઈ સમુદાય પર કરવામાં આવ્યું હોત તો ચોક્કસપણે ભારે હોબાળો થયો હોત. શીખોના બહુમતી લોકો આનાથી વ્યથિત થઇ જશે. આ આક્રમક લઘુમતી બાકીના અદ્ભુત શીખ સમુદાય માટે તકલીફરૂપ છે. તેમને શરમ આવવી જોઇએ.’’
It feels like there has been a noticeable and worrying increase in discriminatory anti-Hindu language and the use of vile tropes about Hindus coming from a small but vocal minority of these Pro Khalistan Extremists (PKEs). If the hateful language these thugs use against Hindus… pic.twitter.com/Qx9R7HTpFs
— Colin Bloom CBE (@ColinBloom) October 3, 2023
કોલિન બ્લૂમના આ વિડીયોને 1,047 લોકોએ રીટ્વીટ કર્યો હતો અને 158,000 લોકોએ જોયો હતો અને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ પરત્વે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
તો લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સમાં ભણતા કરણ કટારિયા નામના વિદ્યાર્થીએ એક વિડીયો ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો જેમાં ખાલિસ્તાની ઉગ્રવાદી દ્વારા પેવમેન્ટ પર ફેંકવામાં આવેલ ભારતના રાષ્ટ્ર ધ્વજને એક યુવાન વિદ્યાર્થી સન્માનભેર ઉઠાવતો જોવા મળે છે.
🇮🇳 My LSE junior proudly picked up the Indian tricolour outside @HCI_London battling extremism with passion and non violance. pic.twitter.com/pKGK5qOlcI
— Karan Kataria (@karanatLSE) October 4, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ ભારતીયોને ઉશ્કેરવા માટે વિવિધ દેશોમાં ભારતના રાષ્ટ્ર ધ્વજને ફૂટબોલ પર લપેટીને લાતો મારતા હોય તેવા અને પોતાના પગમાં બાંધીને ચાલતા હોય તેવા વિડીયો સોસ્યલ મિડીયા પર વાઇરલ કરી અપમાન કરી રહ્યા છે.