રીપબ્લિકન કેવિન મેકકાર્થીએ આ વર્ષની શરૂઆતમાં હાઉસ સ્પીકર બનવાનું તેમનું સ્વપ્ન સાકાર કરવા ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળના અત્યંત જમણેરી મનાતા અમેરિકન રાજકારણના વાઘ પર સવારી કરી હતી, હવે ગયા સપ્તાહે મંગળવારે આ વાઘે તેના સવારનો શિકાર કર્યો હતો.
વિરોધ પક્ષ રીપબ્લિકન પાર્ટી કટોકટીમાં ડૂબી ગઈ છે, કારણ કે તેના સ્પીકર કેવિન મેકકાર્થીએ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સમાં અભૂતપૂર્વ મતમાં ડેમોક્રેટિક પાર્ટી સાથે હાથ મિલાવ્યા પછી કોંગ્રેસના સભ્યોના એક નાના જૂથે તેમને સમર્થન આપ્યું હતું.
હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સના 55મા સ્પીકરને તેમની પોતાની પાર્ટીના બળવાખોરે રજૂ કરેલા આઘાતજનક મતદાન થકી હકાલપટ્ટી કરાઈ હતી. મેક્કાર્થીએ તેઓને અત્યંત પાછળી સરસાઈથી પરાજિત કરીને સ્પીકર પદ મેળવ્યું હતું. પક્ષમાંના તેમના હરીફો કોંગ્રેસમાં સૌથી શક્તિશાળી હોદ્દો મેળવવામાં મેક્કાર્થી સફળ થયા ત્યારથી ઉશ્કેરાયેલા હતા.
અમેરિકન ઇતિહાસમાં અન્ય કોઈ સ્પીકરની સંઘીય પદાનુક્રમમાં પ્રેસિડેન્ટ પછી બીજું સૌથી શક્તિશાળી સ્થાન સ્થાન ધરાવતા હોદ્દા પરથી હકાલપટ્ટી કરવામાં આવી નથી. તે એક અવિશ્વસનીય અંત હતો. કોંગ્રેસમાં ઘણા લોકોની જેમ, તેણે 6 જાન્યુઆરી, 2021 ના યુએસ કેપિટોલ રમખાણો પછી ટ્રમ્પને ઠપકો આપ્યો હતો. પરંતુ મહત્વાકાંક્ષી સાંસદે પવન બદલાતા અનુભવ્યો હતો.
કોંગ્રેસમેન મેટ ગેટ્ઝની આગેવાની હેઠળના આઠ રીપબ્લિકન્સે મંગળવારે બપોરે મેકકાર્થી વિરુદ્ધ મતદાન કર્યું હતું. કોંગ્રેસમેન પેટ્રિક મેકહેનરીને હંગામી સ્પીકર ઘોષિત કરાયા હતા. 1910 પછી ગૃહમાં વર્તમાન સ્પીકરને હટાવવા કે કેમ તે અંગે મતદાન થયાની આ પ્રથમ ઘટના છે. કેવિન મેકકાર્થી ગયા તેનું કારણ એ છે કે કોઈને કેવિન મેકકાર્થી પર વિશ્વાસ નહોતો. કેવિન મેકકાર્થીએ બહુવિધ વિરોધાભાસી વચનો આપ્યા હતા.
ગેટ્ઝ અને તેની ટીમ નારાજ હતી કે મેકકાર્થીએ સરકારી શટડાઉન રોકવા ડેમોક્રેટ્સ સાથે સોદો કર્યો હતો. ડેમોક્રેટિક પાર્ટીના ભારતીય અમેરિકન કોંગ્રેસમેન અમી બેરાએ જણાવ્યું હતું કે, “કેવિન મેકકાર્થીને હાઉસના સ્પીકર તરીકે હટાવવા માટેનો મત એક અભૂતપૂર્વ કાર્યવાહી છે જે હાઉસ રીપબ્લિકન કોકસમાં નિષ્ક્રિયતા અને મતભેદો દર્શાવે છે.”