અમેરિકાના પ્રેસિડેન્ટ બાઈડેને વિદ્યાર્થીઓ માટે ગયા સપ્તાહે નવી વિદ્યાર્થી લોન માફી યોજનાની જાહેરાત કરી હતી. હાલના કાર્યક્રમો દ્વારા 125,000 લોનધારકોનું $9 બિલિયન દેવું માફ કરવામાં આવશે.
COVID-19 રોગચાળા દરમિયાન શરૂ થયેલા ત્રણ વર્ષના વિરામ પછી લોનધારકોને ચૂકવણી ફરીથી શરૂ કરવા દબાણ કરાઈ રહ્યુ છે તે સમયે બાઈડેને દેવાની રાહત અંગેના તેમના ઝુંબેશના વચનોને પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે કારણ કે તેમણે ફરીથી ચૂંટાણી માટે ઝંપલાવ્યું છે.
ડેમોક્રેટિક પ્રેસિડેન્ટનું આ નવીનતમ પગલું હાલના કાર્યક્રમો દ્વારા $9 બિલિયનની સંપૂર્ણ દેવામાફીમાં 125,000 દેવાદારોને મદદ કરશે. બાઈડેને સત્તા સંભાળી ત્યારથી કુલ 3.6 મિલિયન ઋણ લેનારાઓએ $127 બિલિયનનું દેવું માંડવાળ કરવાની ફરજ પડી છે.
તેમણે ચૂંટણી લડતી વખતે વિદ્યાર્થીઓ ઉપરનો દેવાનો બોજ ઘટાડવામાં મદદ કરવાનું વચન આપ્યું હતું, અને તેમની મૂળ યોજનાને સુપ્રીમ કોર્ટમાં રૂઢિચુસ્ત બહુમતી દ્વારા ઉથલાવી દેવામાં આવી હોવા છતાં તેનું પાલન કરવાનું દબાણ હતું.