(ANI Photo)

પુરીના પ્રખ્યાત જગન્નાથ મંદિરમાં પહેલી જાન્યુઆરીથી ભક્તો માટે ડ્રેસ કોડ અમલી બનશે. મંદિરના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે આવતા વર્ષે 1 જાન્યુઆરીથી પુરી શહેરના જગન્નાથ મંદિરમાં પ્રવેશવા માટે ભક્તોએ ગરિમાપૂર્ણ કપડાં પહેરવા પડશે.

જગન્નાથ મંદિરના સત્તાવાળાઓએ જણાવ્યું કે જગન્નાથ મંદિરમાં આવતા લોકોએ પારંપરિક કપડાં પહેરવાના રહેશે. શોર્ટસ, ફાટેલું જીન્સ અને સ્કર્ટ પહેરીને આવતા લોકોને દર્શનની મંજૂરી નહીં મળે. દેશના અનેક મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરાયા છે. પુરી શ્રીમંદિરમાં સેવાદારોના સંગઠન દૈતાપતિ નિજોગ મંદિર, શ્રદ્ધાળુઓ માટે ડ્રેસ કોડ લાગુ કરવાની માગ કરી રહ્યું છે. સંગઠનનો આરોપ છે કે અનેક લોકો હાફ પેન્ટ પહેરીને મંદિરમાં આવે છે. આ જગન્નાથ સંસ્કૃતિ અને અન્ય શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. પશ્ચિમી કપડાં પહેરીને આવતા શ્રદ્ધાળુઓને ચેન્જિંગ રુમ આપવામાં આવે. જ્યાં તેઓ કપડાં બદલ્યા બાદ જ આ લોકોને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી મળવી જોઈએ.

LEAVE A REPLY