(PTI Photo/R Senthil Kumar)

ચેન્નાઇમાં રવિવારે રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવીને વિશ્વકપમાં શાનદાર શરૂઆત કરી હતી. વિરાટ કોહલી અને રાહુલની ધમાકેદાર બેટીંગને પગલે ઓસ્ટ્રેલિયાના 49.3 ઓવરમાં 199 રનના જવાબમાં ભારતે 41.2 ઓવરમાં 4 વિકેટે 201 રન ફટકારી વર્લ્ડકપ-2023ની પ્રથમ મેચ જીતી લીધી હતી.

મેચમાં શરૂઆતમાં રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યર સસ્તામાં આઉટ થયા બાદ વિરાટ કોહલી અને કે.એલ.રાહુલે મેચમાં ભારતને વિજય તરફ દોરી ગયા હતા. કોહલીએ 116 બોલમાં 6 ચોગ્ગા સાથે 85 રને આઉટ થયો હતો, જ્યારે કે એલ રાહુલે 115 બોલમાં 8 ચોગ્ગા અને 2 સિક્સ સાથે અણનમ 97 રન ફટકાર્યા હતા, જ્યારે હાર્દિક પંડ્યાએ 11 રને અણનમ રહ્યો હતો. ઓપનિંગમાં આવેલા રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યર ઝીરો પર આઉટ થયા બાદ

અગાઉ ભારતીય સ્પિનરો સામે ઓસ્ટ્રેલિયાની ટીમ શરૂઆતથી જ લાચાર જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન સ્ટીમ સ્મિથે 46 જ્યારે ડેવિડ વોર્નરે 41 રન ફટકાર્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ, જ્યારે જસપ્રીત બુમરાહ અને કુલપીદ યાદવે 2-2 વિકેટ તેમજ મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, આર.અશ્વિને 1-1 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ વર્લ્ડ કપમાં 5 વખત, જયારે ભારત 2 વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. વિરાટ કોહલીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી. તે ICC ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો હતો.. કોહલીએ ICC ટૂર્નામેન્ટમાં 64 ઇનિંગ્સમાં 2,785 રન બનાવ્યા છે. જ્યારે સચિન તેંડુલકર 58 ઇનિંગ્સમાં 2719 રન સાથે બીજા નંબરે છે.

LEAVE A REPLY