ભારતીય વાયુસેના (IAF) ચીફ એર ચીફ માર્શલ VR ચૌધરીએ રવિવારે પ્રયાગરાજમાં બમરૌલી એરફોર્સ સ્ટેશન ખાતે 91મા વાયુસેના દિવસની ઉજવણી દરમિયાન નવા IAF ઝંડાનું અનાવરણ કર્યું હતું.(ANI Photo/Jitender Gupta)

ભારતીય હવાઇદળ (IAF)એ તેના મૂલ્યોને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે રવિવારે પ્રયાગરાજ ખાતેની વાર્ષિક એરફોર્સ ડે પરેડમાં તેના નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું. આશરે 72 વર્ષ પછી હવાઇ દળ આવી કવાયત કરી હતી.  એક વર્ષ પહેલા નૌકાદળે પણ તેના બ્રિટિશ શાસન વખતનો ફ્લેગ બદલ્યો હતો.  

IAFએ જણાવ્યું હતું કે 8 ઓક્ટોબરનો દિવસ IAFના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ બની રહીશે. આ ઐતિહાસિક દિવસે એર સ્ટાફના વડા  માર્શલ વી આર ચૌધરીએ નવા IAF નવા ફ્લેગનું અનાવરણ કર્યું હતું. નવા ઝંડામાં ભારતીય એરફોર્સનો ક્રેસ્ટ ઉપરના જમણા ખૂણામાં છે. IAF ક્રેસ્ટ પર રાષ્ટ્રીય પ્રતીક છે. તેમાં ટોચ પર અશોક સ્થંભના સિંહ છે અને તેની નીચે હિન્દીમાં સત્યમેવ જયતે‘ શબ્દો લખેલા છે. અશોક સ્તંભના સિંહની નીચે પાંખો ફેલાવેલા હિમાલયન ગરુડ છેજે એરફોર્સની લડાયક ક્ષમતા દર્શાવે છે. હિમાલયન ગરુડની નીચે IAFનું સૂત્ર  ટચ ધ સ્કાય વિથ ધ ગ્લોરી‘ લખેલું છે 

ભારતીય હવાઇદળની 8 ઓક્ટોબર, 1932એ સત્તાવાર સ્થાપના કરાઈ હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેની કાર્યક્ષમતા અને સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને એરફોર્સની આગળ 1945માં “રોયલ” લખવામાં આવ્યું હતું. જોકે ભારતને આઝાદી મળ્યા પછી 1950માં IAFએ તેનો રોયલ શબ્દ પડતો મૂક્યો હતો. 

IAF એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય હવાઇદળના મૂલ્યોને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે હવે એક ધ્વજ બનાવવામાં આવ્યો છે. તેમાં ફ્લાય સાઇડ તરફ ઝંડાના ઉપરના જમણા ખૂણામાં એર ફોર્સ ક્રેસ્ટના સમાવેશ કરાશે.  

LEAVE A REPLY