કેનેડામાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં ભારતીય મૂળના બે ટ્રેઇની પાઇલટ સહિત ત્રણ લોકોના મોત થયા છે. કેનેડાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં વિમાન એક મોટેલની પાછળ ઝાડ સાથે અથડાયું હતું. બંને ભારતીય પાઇલટ મુંબઈના રહેવાસી હતા. તે બંનેની ઓળખ અભય ગડરૂ અને યશ વિજય રામગડે તરીકે કરવામાં આવી હતી. લાઈટ ટ્વીન-એન્જિન એરક્રાફ્ટ, પાઇપર PA-34 સેનેકા, ચિલીવેક શહેરમાં એક મોટેલ પાછળ ઝાડ સાથે અથડાયું હતું. મૃતકમાં ત્રીજી વ્યક્તિ પણ પાઇલટ હતી. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અકસ્માત કેવી રીતે થયો હતો? કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે કહ્યું કે, ઘટનાસ્થળે તપાસ ટીમ મોકલી છે. ટૂંક સમયમાં ઘટનાનું કારણ જાણવા મળશે. અધિકારીઓએ કહ્યું હતું કે, પાંચ એમ્બ્યુલન્સ અને એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં બે એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યા હતા. પરંતુ, પછી તેને પરત બોલાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY