(ANI Photo)

સંજય સિંહને પાંચ દિવસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની કસ્ટડીમાં મોકલ્યા હતાં.  દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ઇડીએ બુધવારે તેમની ધરપકડ કરી હતી. વિશેષ ન્યાયાધીશ એમ કે નાગપાલે સંજય સિંહને 10 ઓક્ટોબર સુધી ED કસ્ટડીમાં રિમાન્ડનો આદેશ આપ્યો હતો, જેથી તપાસ એજન્સી તેમની પૂછપરછ કરી શકે. AAPના રાજ્યસભાના સાંસદને તેમની કસ્ટડીની મુદત થયા પછી ફરી કોર્ટમાં રજૂ કરાશે.

કોર્ટરૂમમાં લાવતી વખતે સંજય સિંહે જણાવ્યું હતું કે તેમની ધરપકડ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અન્યાયનું કૃત્ય છે. ભાજપનો લોકસભાની ચૂંટણીમાં પરાજય થશે.

આ કેસના આરોપી બિઝનેસમેન દિનેશ આરોરા પાસેથી રૂ.2 કરોડ મેળવ્યા હોવાના ઇડીને દાવાને નકારી કાઢતાં કોર્ટમાં સંજય સિંહે જણાવ્યું હતું કે અમિત અરોરાએ ઘણા નિવેદનો આપ્યા છે. દિનેશ અરોરાએ અનેક નિવેદનો આપ્યા છે, પરંતુ તેમને મારું નામ યાદ નહોતું. હું એટલો અજાણ્યો નથી કે તેઓ મારું નામ ભૂલી ગયા. હવે તેમને અચાનક મારુ નામ યાદ આવ્યું છે. મને એક વખત પણ સમન્સ કરવામાં આવ્યો નથી. ઇડીને દાવો છે કે સંજયસિંહે બે હપ્તામાં રૂ.3 કરોડ મેળવ્યાં હતા.

આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગુરુવારે દિલ્હીના રાઉઝ એવન્યુ રોડ ઓફિસની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યાં હતા અને સંજય સિંહને મુક્ત કરવાની માગણી કરી હતી. આપ કાર્યકરોના દેખાવોથી કલાકો સુધી આ રોડ બ્લોક થઈ ગયો હતો. દેખાવકારોએ બેનરો સાથે ભાજપ મુખ્યાલય તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યા હતા અને અને ભાજપ સામે સૂત્રોચ્ચાર કર્યાં હતા. ભાજપ કાર્યાલય સુધીના રસ્તા પરના કેટલાક સ્થળોએ બેરિકેડ ગોઠવવામાં આવ્યા હતા અને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY