વિઝા ફીમાં વધારો અને ઇમીગ્રેશન કરનારાઓ માટે વાર્ષિક NHS ચાર્જીસમાં કરાનારો વધારો બ્રિટનના ઈમિગ્રેશનના રેકોર્ડ સ્તરને ઘટાડવામાં મદદ કરશે નહીં એમ ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે જણાવ્યું છે.

4 ઓક્ટોબરથી મોટાભાગના વિઝા અને બ્રિટિશ નાગરિકતા અરજીઓની કિંમતમાં 15 થી 20 ટકાની વચ્ચેનો વધારો થશે. 2024થી ઈમિગ્રેશન હેલ્થ સરચાર્જ 66 ટકા વધીને £1,035 પ્રતિ વર્ષ થશે. જેના કારણે હોમ ઓફિસને અરજી દીઠ લગભગ £3,000નો નફો થશે. આ આવકનો ઉપયોગ નાની હોડીઓ દ્વારા યુકેમાં પ્રવેશતા વસાહતીઓ અને એસાયલમ બેકલોગને આવરી લેવા માટે કરાશે.

ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં વધારો NHS સ્ટાફના પગાર વધારા માટે કરવામાં આવ્યો હતો. જો કે મિનિસ્ટર્સે સાંસદોને જણાવ્યું હતું કે આરોગ્ય સરચાર્જ અને વિઝા ફી બંનેમાં વધારો નેટ સ્થળાંતર ઘટાડવાના તેમના પ્રયત્નોને મદદ કરશે, જે ગયા વર્ષે 606,000 ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments