સોલિસિટર રેગ્યુલેશન ઓથોરિટીએ લૉ ફર્મના ત્રણ ભાગીદારોને સસ્પેન્ડ કર્યા બાદ હવે £64 મિલિયનની છેતરપિંડીના આરોપો અંગે પ્રોફેશનલ વોચડોગ તરફથી રેફરલ મળ્યા બાદ એક્ઝીઓમ ઇન્કની પોલીસ તપાસ શરૂ કરનાર છે.
સોલિસિટર્સ રેગ્યુલેશન ઓથોરિટીએ ગયા મહિને ફર્મના મેનેજિંગ પાર્ટનર પ્રગ્નેશ મોઢવાડિયા અને અન્ય બે ભાગીદારો શ્યામ મિસ્ત્રી અને ઈદનાન લિયાકતને સસ્પેન્ડ કર્યા હતા. તો શહેરની લૉ ફર્મ એક્ઝીઓમ ઇન્કને સ્ટાફની હિજરતથી ફટકો પડ્યો છે. પ્રગ્નેશ મોઢવાડિયાએ “બેઈમાની” કરી હોવાની પોલીસને શંકા છે. જ્યારે તેમના બે ભાગીદારો સોલિસિટરના એકાઉન્ટ્સ રાખવા અંગેના કાયદાકીય નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે કોઈની સામે હજુ આરોપ સાબિત થયો નથી. મિસ્ત્રીએ તેમના સસ્પેન્શન સામે હાઈકોર્ટમાં અપીલ કરી છે.
સ્કોટલેન્ડ યાર્ડે પુષ્ટિ કરી છે કે “મેટના નિષ્ણાત ક્રાઇમ સ્ક્વોડના ડિટેક્ટિવ્સે તપાસ શરૂ કરી છે અને પૂછપરછ ચાલુ છે. જો કે કોઈ ધરપકડ કરવામાં આવી નથી.’’