કૌભાંડનો ભોગ બનવાના કારણે પતનની આરે આવીને ઉભી રહેલી એક્ઝીઓમ ઇન્ક. લૉ ફર્મને બંધ કરવાનો સોલિસિટર્સ રેગ્યુલેશન ઓથોરિટી (SRA) એ નિર્ણય લીધો હતો.
સોલિસિટર્સ રેગ્યુલેશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે ‘’આ પગલું ક્લાયન્ટ્સ અને પેઢીના ભૂતપૂર્વ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા લેવાયું હતું. તપાસ ચાલુ હોવાથી, વધુ વિગતો જાહેર કરી શકાતી નથી. પણ જો આગળની કાર્યવાહી જરૂરી બનશે તો જ કોઈપણ માહિતી જાહેર કરવામાં આવશે. આ કામમાં કેટલો સમય લાગશે તેની કોઈ સમયમર્યાદા નથી.”
ફર્મના ચીફ એક્ઝિક્યુટિવ પ્રગ્નેશ મોઢવાડિયા અને સાથી પાર્ટનર્સ ઇદનાન લિયાકત અને શ્યામ મિસ્ત્રીની વ્યક્તિગત પ્રેક્ટિસના બંધને તે અનુસરે છે.
ફર્મે કોઈ પણ સંજોગોમાં એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવાના ઈરાદાની નોટિસ દાખલ કરી હતી, જ્યારે SRA એ મેટ્રોપોલિટન પોલીસને પોતાની ચિંતાની જાણ કરી છે.