નોર્વેના નવલકથાકાર અને નાટ્યકાર જોન ફોસને વર્ષ 2023 માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, સ્વીડિશ એકેડમીએ ગુરુવારે જાહેરાત કરી હતી. સમિતિએ સ્વીકાર્યું કે તેમના નાટકો અને વાર્તાઓએ એવા લોકોને વાચા આપી છે જેઓ પોતાની જાતને વ્યક્ત કરી શકતા નથી.
જોન ફોસનો જન્મ 1959માં નોર્વેમાં થયો હતો. તેમની પ્રથમ નવલકથા રેડ-બ્લેક 1983માં પ્રકાશિત થઈ હતી. તેમના પુસ્તકો 40થી વધુ ભાષાઓમાં અનુવાદિત થયા છે. લેખક તરીકે તેમના શરૂઆતના દિવસોમાં, જોનને સંગીતનો પણ ખૂબ શોખ હતો. ગીતોની ધૂન તેઓ પોતે જ બનાવતા હતા. ભારતીય મૂળના બ્રિટિશ લેખક સલમાન રશ્દીનું નામ પણ સાહિત્યના નોબેલ માટે ચર્ચામાં હતી. જોકે, આ વખતે પણ તેમને નોબેલ મળ્યું નથી.
તેમણે 1983માં નવલકથા Raudt, Swart સાથે સાહિત્ય જગતમાં પ્રવેશ કર્યો હતો. જેનું વિષયવસ્તુ આત્મહત્યા અંગે હતો. જે તેમના આગળના કાર્યની થીમ તૈયાર કરે છે. તેમની જાણીતી સાહિત્યકૃતિમાં સ્ટેન્જ્ડ ગિટાર (1985), સ્કુગર (2007), 2000ની ટૂંકી નવલકથા મોર્ગન ઓગ કેવેલ્ડ (મોર્નિંગ એન્ડ ઇવનિંગ, 2015)નો સમાવેશ થાય છે.