ટોયોટા મોટરે ભારતમાં ત્રીજો કાર પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે. સુઝુકી મોટર સાથેની તેની ભાગીદારીને કારણે સ્થાનિક સેલ્સ વોલ્યુમમાં વધારો થયો હતો કંપની એક દાયકામાં પ્રથમ વખત ભારતમાં ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ કરશે.

વિશ્વની સૌથી મોટી કાર કંપની વાર્ષિક 80,000-120,000 વાહનોની ક્ષમતા સાથે પ્લાન્ટ શરૂ કરવા માગે છે. આ ક્ષમતા વધારીને વાર્ષિક લગભગ 200,000 સુધી કરાશે. ભારતમાં ટોયોટાની હાલની ઉત્પાદન ક્ષમતા400,000 વાહનોની છે. નવા પ્લાન્ટ પછી ઉત્પાદન ક્ષમતામાં આશરે 30 ટકા વધારો થશે. ટોયોટાએ ભારતીય બજાર માટે નવા સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (SUV)નું ડેવલપમેન્ટ ચાલુ કર્યું છે. આ વ્હિકલ 206માં લોન્ચ કરાશે. સુઝુકી સાથેની વૈશ્વિક ભાગીદારીને કારણે ટોયોટાના ભારતમાં વેચાણમાં વધારો થયો છે.

ભારતમાં તેની ફોર્ચ્યુનર એસયુવી અને કેમરી હાઇબ્રિડ માટે જાણીતી ટોયોટાએ સપ્ટેમ્બરની શરૂઆતમાં જણાવ્યું હતું કે તે 2023માં રેકોર્ડ સ્થાનિક વેચાણની અપેક્ષા રાખે છે.

યુરોપ અને નોર્થ અમેરિકાના બજારોમાં વૃદ્ધિમાં ઘટાડો તથાં દક્ષિણપૂર્વ એશિયામાં ચીની કંપનીઓની સ્પર્ધા સ્પર્ધા વચ્ચે કંપની ભારતમાં ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી રહી છે. ભારતમાં વિશ્વમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું કાર માર્કેટ છે. કંપની હાલમાં કર્ણાટકમાં બે પ્લાન્ટ ધરાવે છે અને ત્રીજો પ્લાન્ટ પણ કર્ણાટકમાં સ્થાપવામાં આવે તેવી શક્યતા છે.

LEAVE A REPLY