અમેરિકામાં 1981થી અત્યાર સુધી 14 શટડાઉન થયા છે, જેમાં મોટા ભાગના માત્ર એક કે બે દિવસ ચાલ્યા હતા. જોકે સીમા સુરક્ષાના મુદ્દે વિવાદને કારણે છેલ્લું શટડાઉન 34 દિવસ સુધી ચાલુ હતું. એટલે કે ડિસેમ્બર 2018 અને જાન્યુઆરી 2019 સુધી આ શટડાઉન ચાલુ થયું હતું.
સામાન્ય રીતે સંસદસભ્યો મંત્રણા માટે વધુ સમય આપવા માટે હંગામી ધોરણે ખર્ચને મંજૂરી આપતા હોય છે. દરેક નાણાકીય વર્ષમાં 438 સરકારી એજન્સીઓના ભંડોળ માટે સંસદની મંજૂરી જરૂરી છે. આ નાણાકીય વર્ષ 30 સપ્ટેમ્બરે સમાપ્ત થાય છે. જો સંસદસભ્યો નવું નાણાકીય વર્ષ શરૂ થાય તે પહેલાં આ બિલો પસાર કરવામાં નિષ્ફળ જશે તો આ એજન્સીઓ રાબેતા મુજબ કામ કરી શકશે નહીં. તેનાથી કેન્દ્ર સરકારની સમગ્ર કામગીરી ખોરવાઈ જવાની શક્યતા રહે છે.