રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટ બદલવાની કે બેન્કમાં જમા કરવાની સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવી હતી. અગાઉ 2000 રૂપિયાની નોટ બદલવા અથવા જમા કરાવવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર હતી. પરંતુ મધ્યસ્થ બેંકે તેને વધુ એક સપ્તાહ માટે લંબાવી હતી. જે લોકો અત્યાર સુધી 2000 રૂપિયાની નોટ બદલી શક્યા નથી તેમના માટે આ મોટી રાહત છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 2000 રૂપિયાની 96 ટકા નોટ પરત આવી છે. રિઝર્વ બેન્ક વર્ષ 2018-19માં જ 2000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ કર્યું છે.
આરબીઆઈના પરિપત્ર મુજબ જો તમે 7 ઓક્ટોબર, 2023 પછી નોટો બદલી શકતા નથી, તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે આરબીઆઈની 19 પ્રાદેશિક કચેરીઓમાં જઈને તમારી પાસે રહેલી 2000 રૂપિયાની નોટો બદલી શકો છો. જો કે, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે એક સમયે 20 હજાર રૂપિયાથી વધુની નોટ બદલી શકશો નહીં. આવી સ્થિતિમાં કોઈપણ સમસ્યાથી બચવા માટે તેને એક્સચેન્જ કરવા માટે બેંકમાં જાઓ અથવા સમયમર્યાદા પહેલા તેને જમા કરો.