ગુજરાતના છોટાઉદેપુરના બોડેલી ખાતે બુધવારે વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. (ANI Photo)

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર27 સપ્ટેમ્બરે  રાજ્યમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મોદીએ ₹5,200 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસલોકાર્પણ કર્યું હતું.  

વડાપ્રધાન મોદીએ ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ‘ કાર્યક્રમ હેઠળ ₹4,500 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેનાથી ગુજરાતમાં સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચકરને વેગ મળશે. વડાપ્રધાન મોદી હજારો નવા ક્લાસરૂમસ્માર્ટ ક્લાસરૂમકોમ્પ્યુટર લેબ, STEM (સાયન્સટેક્નોલોજી એન્જીનિયરિંગ અને મેથેમેટિક્સ) લેબ અને ગુજરાતની તમામ શાળાઓમાં બનાવવામાં આવેલ અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર રાષ્ટ્રને સમર્પિત કર્યાં હતા. તેઓ આ મિશન હેઠળ સમગ્ર ગુજરાતમાં શાળાઓના હજારો વર્ગખંડોને સુધારવા અને અપગ્રેડ કરવાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.  

વડાપ્રધાન ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0‘ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. વિદ્યા સમીક્ષા કેન્દ્રની સફળતાને આધારે બીજા તબક્કામાં આ પ્રોજેક્ટ ચાલુ કરાયો છે. આ પ્રોજેક્ટનો હેતુ ગુજરાતમાં શાળાઓ પર સતત દેખરેખ રાખવાનો અને વિદ્યાર્થીઓના અભ્યાસના પરિણામોમાં સુધારો કરવાનો છે. 

વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0‘ હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓ અને બ્લોક્સમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રોની સ્થાપના કરાશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના ઓડારા ડભોઈ-સિનોર-માલસર-આસા રોડ પર નર્મદા નદી પર બનેલા નવા પુલ સહિત અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટો પણ રાષ્ટ્રને સમર્પિત કર્યાં હતા. મોદીએ ચાબ તલાવ પુનઃવિકાસ પ્રોજેક્ટદાહોદમાં પાણી પુરવઠાનો પ્રોજેક્ટવડોદરા ખાતે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે લગભગ 400 નવા બનેલા મકાનોગુજરાતના 7,500 ગામડાઓમાં વિલેજ વાઇ-ફાઇ પ્રોજેક્ટ અને જવાહર નવોદય વિદ્યાલય રાષ્ટ્રને સમર્પિત કર્યાં હતા.    

LEAVE A REPLY