(ANI Photo)

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગયા સપ્તાહે વન-ડે વર્લ્ડ કપ માટેની ટીમની જાહેરાચ કરી હતી. ટીમના સુકાનીપદે બાબર આઝમ અને ઉપસુકાનીપદે શાદાબ ખાન રહેશે. ટીમમાં 15 ખેલાડીઓ ઉપરાંત 3 ખેલાડી ટ્રાવેલિંગ રીઝર્વ તરીકે પસંદ કરાયા છે. નસીમ શાહ ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો.

એશિયા કપ 2023ના સુપર-4માં ભારત સામેની મેચ દરમિયાન નસીમ શાહને ખભામાં ઈજા થઈ હતી.  તેની જગ્યાએ હસન અલીને તક આપવામાં આવી છે. 

ટીમ આ મુજબ છેઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન, ઈફ્તિખાર અહેમદ, આગા સલમાન, સઈદ શકીલ, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, હરિસ રઉફ, હસન અલી, ઉસામા મીર, અને મોહમ્મદ વસીમ જુનિયર. 

ટ્રાવેલિંગ રીઝર્વ તરીકે અબરાર અહેમદઝમાન ખાન અને મોહમ્મદ હરીસ પસંદ કરાયા છે. 

LEAVE A REPLY